પોલીસે વિદેશી દારૂ એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૪૬,૪૦૦ મુદ્દામાલ જપ્ત કરી.
પ્ર્તિનિધિ ગરબાડા
ધાનપુર પોલીસે સજોઈ ગામેથી જમીનની અંદર સીનટેક્સ ની ટાંકીમાં સંતાડી રાખેલો ૨૬,૪૦૦ વિદેશી દારૂ ઝડપી પાડ્યો
પોલીસે વિદેશી દારૂ એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૪૬,૪૦૦ મુદ્દામાલ જપ્ત કર્યોપ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ સી.બી બરંડા ગેરકાયદેસર રીતેન પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને સેકન્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી સોલંકી અને પોલીસ સ્ટાફના માણસો સાથે ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી વોચની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પી.એસ આઈ સી.બી બરંડા ને મળેલી બાતમીના આધારે સજોઈ ગામ ખાતે રહેતા રમણભાઈ મથુરભાઈ મોહનિયા પોતાની માલિકીની જમીનમાં એક સિન્ટેક્ષની ટાંકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ નંગ -૨૬૪ કિંમત રૂપિયા ૨૬,૪૦૦ તથા પ્રોહીમુદ્દા માલ લેવા આવનાર પરશુભાઈ સમલાભાઇ ભાભોર ના કબજાની એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૪૬,૪૦૦ નો મુદ્દામાં ઝડપી પાડી તેમના વિરુદ્ધ ધાનપુર પોલીસે પ્રોહીક્વોલિટી કેસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે





