કલેક્ટરની અધ્યક્ષતામાં જંત્રી સ્ટેક હોલ્ડર સાથે મીટીંગ યોજાઈ,જેમાં જંત્રીને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી
નરેશ ગનવાણી બ્યુરોચિફ નડિયાદ
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જંત્રી રીવીઝન -૨૦૨૩ની સ્ટેક હોલ્ડર સાથે મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં જંત્રીને લગતા પ્રશ્નો અંગે કલેક્ટર સાથે ચર્ચા કરવામાં આવી હતી તેમજ મિસિંગ સર્વેની જમીનોની જંત્રી અને મૂલ્યાંકનની ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર એ ખેડા જિલ્લામાં દરેક જગ્યા એ વિકાસ થાય, લોકો સરળતાથી પોતાના સપનાનું ઘરનું ઘર લઇ શકે તે અંગે બિલ્ડરો દ્વારા તૈયાર કરવામાં આવતા મકાનો અને સ્ટેમ્પડ્યુટી અંગે ચર્ચા કરી હતી અને બિલ્ડરોના પ્રશ્નોનોના હકારાત્મક જવાબ આપ્યા હતા. ખેડા જિલ્લાના અવિકસિત એરિયા,તેમના લોકેશન અને ખેડા જિલ્લામાં નડિયાદની આસપાસના વિસ્તારોમાં જંત્રીનો ભાવ જાણી બિલ્ડરો દ્વારા તેમની સ્કીમો અંગે માહિતી જાણી બિલ્ડરોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બિલ્ડરો દ્વારા ટી.પી સ્કીમ અને ગામતળના જમીનના જંત્રી ભાવ અંગે કલેકટર દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. દુકાનો અને ઓફિસોના ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી.બાંધકામના કોસ્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.અન્ય જિલ્લાની સરખામણીમાં ખેડા જિલ્લાની જંત્રીમાં કઈ રીતે તફાવત જણાય છે તે અંગે કલેક્ટર સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા બિલ્ડરોને સાયન્ટીફીક જંત્રી વિષે જાણકારી આપવામાં આવી.તેમજ કલેક્ટર એ બિલ્ડરોને વિનંતી કરી કે રિમોટ એરિયાના વિકાસ માટે બિલ્ડરોએ તેમના સાઈટના મકાન, ઓફિસ, દુકાનોના ભાવ ઓછા કરવા જોઈએ. સાથોસાથ કલેક્ટરશ્રી દ્વારા બિલ્ડરો સાથે મકાન, ઓફિસ, દુકાનોના જંત્રી અંગેની જાણકારી મેળવી બિલ્ડરોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ બેઠકમાં કલેક્ટર કે.એલ.બચાણી, અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલ, ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યૂટી જે.બી.બારૈયા તેમજ બિલ્ડર એસોસિએશનના આગેવાનો, બાર કાઉન્સિલના સભ્યો, ટાઉન પ્લાનરના અધિકારીઓ તેમજ અન્ય સ્ટેક હોલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા.