ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, હવાલો મેળવ્યા બાદ ગરીબ, આદિવાસી દર્દીઓની સારવાર માટે અવાર નવાર વધારો.
સિંધુ ઉદય
ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ એ વર્ષ-૨૦૧૭ થી સિવિલ હોસ્પિટલ દાહોદનો હવાલો મેળવ્યા બાદ ગરીબ, આદિવાસી દર્દીઓની સારવાર માટે અવાર નવાર વધારો કરવા પ્રયત્નશીલ રહેલ છે. જે અનુસાર અત્રેની હોસ્પિટલ ખાતે વધારાની સગવડ ન્યુરો સર્જરીની કરવામાં આવેલ છે. જેમાં મગજના તથા મણકાના વિવિધ પ્રકારના ઓપરેશનની સારવાર ચાલુ કરવામાં આવેલ છે. જે અનુસાર તા:-૧૫-૦૨-૨૦૨૩ ના રોજ તાત્કાલિક સારવાર વિભાગમાં રાત્રીના ૧૧:૦૦ કલાકે ડો.ધીરેન હાડા (MCH Neuro Surgery) તથા એનેસ્થેટિક ડો.સૈલેશ પટેલ અને તેઓની ટીમ દ્વારા ન્યુરોસર્જરીનું પ્રથમસફળ ઓપરેશનકરવામાં આવેલ તથા આજદિન સુધીકુલન્યુરોસર્જરીના(૯)નવસફળ ઓપરેશન કરવામાં આવેલછે.અગાઉ આકસ્માતનાકારણે દર્દીઓને ન્યુરો સર્જરીની સારવાર મેળવવા માટે વડોદરા, અમદાવાદ વિગેરે શહરો ખાતે દર્દીઓને જવું પડતું હતું, હાલ આન્યુરો સર્જરીની સુવિધા ઉપલબ્ધ થતા ગરીબ, આદિવાસી, મધ્ય પ્રદેશ, તથા રાજસ્થાન થી સારવાર માટે આવતા દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે બિલકુલ નિશુલ્ક સારવાર મળી રહે છે . જેથી મુસાફરી, નાણાકીયખર્ચમાંરાહત તથાસઘનસારવારમળીરહેછે. જેઓને આસુવિધાઆશીર્વાદરૂપ થશે.