વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નીપજ્યા
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નીપજ્યાનુ જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં બનેલા ગમખ્વાર માર્ગ અકસ્માતના બે બનાવો પૈકીનો એક બનાવ દેવગઢ બારીયા તાલુકાના કાળીડુંગરી ગામે બનવા પામ્યો હતો જેમાં એક મોટર સાયકલ ચાલક તેના કબજાની મોટર સાયકલ પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઇ જઇ રોડની બાજુમાં કીનારી પર ચાલતા જઇ રહેલા કાળીડુંગરી ગામના ઝોરા ફળીયામાં રંગીતભાઇ મનસુખભાઇ બારીયાને અડફેટમાં લઇ ટક્કર મારી રોડ પર પાડીદઇ માથામાં તેમજ મોઢાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી પોતાના કબજાની મોટર સાયકલ લઇ નાસી ગયો હતો.
આ સંબંધે કાળીડુંગરી ગામના મનસુખભાઇ હેમાભાઇ બારીયાએ દેવગઢ બારીયા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
માર્ગ અકસ્માતનો બીજા બનાવ દાહોદ ઇન્દોર હાઇવે પર ભીટોડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ સાંજના પાંચ વાગ્યાના સુમારે દાહોદ તાલુકાના રાતીગાર ગામના કાચલા ફળીયાના ભુરજીભાઇ ખેમચંદભાઇ મખોડીયા પોતાની મોટર સાયકલ પર તેનાજ ગામના લાલુભાઇ દીતીયાભાઇને પાછળ બેસાડીને પોતાની મોટર સાયકલ પુરઝડપે ગફલતભરી રીતે હંકારીને લઇજતાં હતા તે દરમ્યાન ભીટોડી ગામે રોડ ક્રોસ કરી રહેલી ગાય સાથે જાશભેર અથડાવતાં તેને મોટર સાયકલ પરનો કાબુ ગુમાવી દેતાં રોડની વચ્ચે આવેલા ડીવાઇઝર સાથે મોટર સાયકલ ધડાકાભેર અથડાતાં તેને જમણા હાથે ઇજાઓ થવા પામીહતી જયારે મોટર સાયકલ પર પાછળ બેઠેલ લાલુભાઇ દીતીયાભાઇને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતાં તેનું સારવાર માટે લઇજતાં પહેલાંજ ઘટના સ્થળ પરજ અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું.
આ સંબંધે રાતીગાર ગામના નરેશભાઇ ટીટુભાઇ મખોડીયાએ કતવારા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.