સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

દાહોદ તા.૨૩મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતનાનિર્માણની નેમ વ્યકત કરી છે.મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણઅભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએકહ્યું કે, ભૌતિક વિકાસનીદ્રષ્ટિએ ગુજરાત તમામ ક્ષેત્રોમાં નંબર વન છે. હવે, માનવ વિકાસની દિશામાં પણ ગુજરાતને અગ્રેસર બનાવવુ છે.વડાપ્રધાનએ આપેલા સહી પોષણ, દેશ રોશનને ચરિતાર્થ કરવામાટે ગુજરાત પાછી પાની નહી કરે એમ તેમણે આ અભિયાનમાં જોડાવા માટે સમાજને આહ્વાન કરતાઉમેર્યુ હતું. પોષણ અભિયાનના સંવાહક એવા ત્રીપલ એ (AAA) એટલે કે,આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને એએનએમવર્કરને ત્રિવેણી પુરસ્કાર આપવાની ઘોષણા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ એક વર્ષ દરમિયાન તમામ બાળકોને સુપોષિત કરનારી આંગણવાડીના કાર્યકરને રૂ.૧૨ હજાર, તેડાગર બહેનને રૂ. ૬ હજાર, આશાવર્કર અને એએનએમ વર્કરને રૂ. ૧૨-૧૨ હજારનો પુરસ્કાર આપવામાં આવશે. આમ કુલ રૂ. ૪૨હજારનો પુરસ્કાર આપવામાં આવશે. રાજ્યની તમામ આંગણવાડીને તેમા આવરી લેવામાં આવશે.મુખ્યમંત્રી રૂપાણીએ આસંદર્ભમાં ઉમેર્યું કે, ગુજરાતમાંથીકુપોષણને નેસ્તાનાબૂદ કરવા માટે અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે મહિલા અનેબાલ વિકાસ વિભાગને અલાયદો બનાવી તેના બજેટમાં રૂ. ૪૦૦ કરોડમાંથી વધારો કરી રૂ. ૩૦૦૦કરોડ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કિશોરી, સગર્ભા માતા, ધાત્રી માતા, બાળકએમ તમામ સ્તરે પોષણ મળી રહે એ માટે યોજનાઓ શરૂ કરી છે અને વ્યવસ્થાઓ વિકાસાવી તેનેઅમલી બનાવી છે. કિશોરીઓ એનેમિયામાંથી મુક્ત થાય એ માટે દવાઓ આપવામાં આવે છે. તેમનામાટે પ્રિમિક્સ આહાર આપવામાં આવે છે. કિશોરી ભવિષ્યની માતા છે. જો કિશોરાવસ્થાથી જકુપોષણ નાબૂદ થઇ જાય તો તે તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. મુખ્યમંત્રી એસગર્ભા માતાઓની રાજ્યસરકાર દ્વારા લેવામાં આવતી દરકાર અંગેની માહિતી આપતા જણાવ્યું કે, ગર્ભાવસ્થાના પ્રથમ બે માસથી જ તેમની આશાવર્કરો દ્વારા નોંધણી કરવામાં આવે છે. એ બાદ તેમને પૂરક અને પોષક આહાર આપવામાં આવેછે. પાયલોટ પ્રોજેક્ટના તાલુકાઓમાં સગર્ભા માતાઓને આંગણવાડી ખાતે એક ટાઇમનું ભોજનઆપવામાં આવે છે. સાથે, તેનીદરેક તબક્કે તબીબી તપાસ કરવામાં આવે છે.તેમણે એમ પણ જણાવ્યું કે, બાળકનો જન્મ થાય એટલેતેનું તબીબી પરીક્ષણ કરવામાં આવે છે. ઉંચાઇ અને વજનના આધારે તપાસ કરતા જો તેકુપોષિત જણાય તો તુરંત સારવાર આપવામાં આવે છે. તેનું રસીકરણ કરવામાં આવે છે.બાળકોને તેમની માતા સાથે, બાલ સંજીવની કેન્દ્રમાં રાખવામાંઆવે છે. આનુષાંગિક તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. રૂપાણીએ જણાવ્યું કે, આજનું બાળક આવતી કાલનાભારતનું ભવિષ્ય છે. આ ભવિષ્યને આપણે સૌએ સાથે મળીને ઉજ્જવળ બનાવવું છે. આ માટેગુજરાતમાંથી કુપોષણે સંપૂર્ણપણે નાબૂદ કરી, સુપોષિત બનાવવુંછે. આંગણવાડી કાર્યકરો, પૂર્ણા સખીઓ અને આરોગ્યની મહિલાકર્મચારીઓને હ્રદયસ્પર્શી અપીલ કરતા શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ભારતનું ભવિષ્ય તમારા ખોળામાં રમે છે. તમારે યશોદા માતાની જેમ આ બાળકોનીસંભાળ લેવાની છે. તેમના આહાર અને આરોગ્યનું સંભાળ રાખીને તેમને કુપોષણમાંથીસંપૂર્ણપણે મુક્ત કરવાનું છે. પોષણ અભિયાનના તમે મહત્વપૂર્ણ અંગ છો તેમ જણાવ્યુંહતું.મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતના બાળકોનેસુપોષિત બનાવવા માટે તમામ લોકોના સહયોગની આવશ્યક્તા છે. સમાજના તમામ ક્ષેત્રનાઅગ્રણીઓ ઓછામાં ઓછા એક કુપોષિત બાળકના વાલી બને, સપ્તાહમાંએક વાર આ બાળકની મુલાકાત અને તેના શારીરિક વિકાસની સંભાળ લે. એક વર્ષમાં માત્ર ૪૮વખત બાળકની મુલાકાત લઇ તેને સુપોષિત બનાવવામાં લોકો સહયોગ આપે એ જરૂરી છે. આઇશ્વરીય અને જનસેવાનું ઉમદા કાર્ય છે. મુખ્યમંત્રીએ બાળકને અન્નપ્રાશન કરાવ્યું હતું. સાથે,  કિશોરીઓ અને માતાઓને ટેક હોમરાશનનું પણ વિતરણ કર્યું હતું. મહિલા અને બાલ વિકાસ વિભાગના મેગેઝીન સહિયર ગોષ્ઠિઅને રેસીપી બૂકનું મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યું હતું. રન ફોર પોષણમાં વિજેતાકિશોરીઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોદ્વારા પાલક વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.                 ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા. ૬૧.૨૭ લાખના ખર્ચથી લીમખેડામાં નિર્મિત નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી,રૂ. ૮૧.૨૬ લાખના ખર્ચથી બનેલા સાગટાળા પોલીસ સ્ટેશન, રૂ. ૪૭ લાખના ખર્ચથી બનેલી ગુના શોધક શાખા-દાહોદની કચેરીનું લોકાર્પણ પણકરવામાં આવ્યું હતું. દાહોદના અગ્રગણ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓએ મુખ્યમંત્રીશ્રીનીપોષણ નિધિમાં રૂ. ૨.૯૦ લાખનું અનુદાન અર્પણ કર્યું હતું. આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના તમામ રાજયોને સુપોષિત કરવાના આહ્વાનનેમુખ્યમંત્રીએ સ્વીકારીને દાહોદ જિલ્લાથી પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો છે.મુખ્યમંત્રીશ્રી પોતે પોષણત્રિવેણીને માર્ગદર્શન અને પ્રેરણા આપવા આવ્યા છે ત્યારેપોષાણ અભિયાનમાં જોડાઇ ગુજરાતને સુપોષિત કરવા આપણે દેશસેવાના એક ઉમદા અવસર તરીકેપોષણ અભિયાનને વધાવી લેવું જોઇએ.આ પ્રસંગે મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએકહ્યું કે, જેમ ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદયનું પ્રથમ કિરણદાહોદ મેળવે છે, તેમ સુપોષિત ગુજરાતનું પ્રથમ કિરણ પણદાહોદથી નીકળે એ માટે પોષણ અભિયાનનો શુભારંભ દાહોદથી કરવામાં આવ્યો છે. નારીસશક્તિકરણ માટે રાજય સરકારે વિધવા સહાય યોજના, વ્હાલી દિકરીયોજના જેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લીધા છે. ત્યારે સુપોષિત ગુજરાતની સંકલ્પનાસાકાર કરવા માટે તા.૩૦-૩૧ અને ૧ દરમ્યાન તમામ ૧૯૦ જિલ્લા પંચાયતો, ૧૬૨ નગરપાલિકાઓ, ૪૨ નગરોમાં પોષણ અભિયાનના કુલ ૧૩૦૨કાર્યક્રમો યોજાશે.રાજયમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરએ પ્રાંસગિકપ્રવચનો કર્યા હતા. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખયોગેશભાઇ પારગી, ધારાસભ્યસર્વ રમેશભાઇ કટારા, શૈલેષભાઇ ભાભોર, વજુભાઇ પણદા,ચંદ્રિકાબેન બારિયા,નગરપાલિકા પ્રમુખ અભિષેક મેડા, જિલ્લા પ્રમુખ શંકરભાઇ અમલિયાર, સચિવ જયંતિ રવિ અને સુશ્રી મનિષાચંદ્રા, રેન્જ આઇજી શ્રી ભરાડા, કલેક્ટરશ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ,એસપી હિતેશ જોયસર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!