સંજેલી તાલુકાના હીરોલા ગામે 1.5 કરોડના નવીન રોડ અને નાળાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી.
SINDHUUDAY NEWS
દાહોદ જિલ્લા ના સંજેલી તાલુકાના હિરોલા ગામના પાંડી ફળિયામાં એક કરોડ બાસઠ લાખ જેટલી માતબર રકમના ખર્ચે મંજૂર કરેલ નવીન રોડ અને નાળા ના કામમાં લુણાવાડા ના સમર્પણ કન્સ્ટ્રક્શન દ્વારા હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી કરવામાં આવેલા તકલાદી કામને જોતાજ હીરોલા ગામના જાગૃત સામાજિક કાર્યકરે લાગતા વળગતા અધિકારીઓને આ અંગેની જાણ કરી તોડી પાડી નવેસરથી કામ કરાવવાની માગણી કરતા ગઈકાલે તે સામાજિક કાર્યકર ની હાજરીમાં બુલડોઝર ફેરવી તે કામને જમીનદોસ્ત કરી કોન્ટ્રાક્ટરને નવેસરથી કામગીરી કરવા ની સૂચના આપવામાં આવી છે. હાલ તમામ સરકારી કામોમાં ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર માનવામાં આવતો હોવાનું અહીં સંજેલી તાલુકાના હીરોલા ગામના પાંડી ફળિયાના સરકારી કામોમાં ચરિતાર્થ થતું જોવા મળી રહ્યું છે. સંજેલી તાલુકાના હીરોલા ગામના પાંડી ફળિયામાં નવીન ડામર રોડ તથા નવીન નાળુ બનાવવા માટે એક કરોડ બાસઠ લાખ રૂપિયા જેટલીએ માતબર રકમ રાજ્ય સરકારના જે તે વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવતા આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લુણાવાડાના સમર્પણ કન્સ્ટ્રક્શન ને આ કામ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. અને તે કન્સ્ટ્રક્શન કંપનીએ તે કામની શરૂઆત પણ કરી દીધી હતી. અને તે કામ જોવા હિરોલા ગામના જાગૃત સામાજિક કાર્યકર અલ્કેશભાઇ કટારા એ સ્થળ મુલાકાત લીધી હતી. અને કામ જોતા નવીન ડામર રોડના કામમાં હલકામાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવેલ હોવાનું તેમજ આ કામમાં સરકારી કર્મચારી અને વર્ક ઓર્ડર મેળવનાર કોન્ટ્રાક્ટરે કી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી પ્રજા તથા સરકાર સાથે છેતરપિંડી કરેલ હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવ્યું હતું. અને નાળાના કામમાં પણ સરકારના માપ કરતા ઓછા માપમાં ભરેલ હોવાનું અને સરકારના માપ કરતા ઓછામાં નાળું ભરેલ હોવાનું જણાઈ આવતા આવા તકલાદી કામને કારણે ભવિષ્યમાં કોઈ ગંભીર હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટર તો જેમ તેમ કરી કામ પૂર્ણ બતાવી પૈસા લઈને છૂટી જશે. અને ભોગવવાનું પ્રજાને આવશે. જેથી આવું તકલાદી કામ ચલાવી ન લેવાય અને આવા કામને તોડી પાડવું જરૂરી સમજી જાગૃત સામાજિક કાર્યકર અલ્કેશભાઇ કટારાએ ઝાલોદ પીડબ્લ્યુ.ડી કચેરીએ રૂબરૂ જઈ કામમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. જેથી પાયામાંથી આખે આખું તકલાદી બાંધકામ તોડી પાડી નવેસરથી કામ ચાલુ કરાવવા રજૂઆત કરતા એક્શનમાં આવેલ અધિકારી પોતાની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા. અને કામનું જાત નિરીક્ષણ કરતા સદર કામમાં ૪૦ તગારા રેતી અને એક થેલી સિમેન્ટના રેશિયોથી મટીરીયલ વાપર્યું હોવાનું અને સિમેન્ટ પણ તદ્દન હલકી કક્ષાની વાપરી હોવાનું જણાઈ આવતા અધિકારીએ અત્યાર સુધી થયેલા કામને પાયામાંથી તોડી પાડી નવેસરથી કામ શરૂ કરવાનો આદેશ આપી અત્યાર સુધી થયેલા તકલાદી કામ પર બુલડોજર ફેરવી જમીન દોસ્ત કરી દીધું હતું. અને નવેસરથી કામ શરૂ કરવા આદેશ કરતા લુણાવાડાની આ કન્સ્ટ્રક્શન કંપનીને નવેસરથી કામ શરૂ કરવાની ફરજ પડી હતી.