ઇન્ડિયન રેડક્રોસ ભવન ખાતે ક્ષય ના નિદાન અને સારવારની આધુનિક સેવાઓદાહોદ ના ખાનગી તબીબો સુધી પોહચે તેનું આયોજન કરાયું

અજય સાસી

દાહોદ જીલ્લામાં ક્ષય ના નિદાન અને સારવારની આધુનિક સેવાઓ બાબતે માહિતિ માગૅદશૅન
રાષ્ટ્રિય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને આયુષ તબીબ માટે ટીબી રોગ વિશેના અધ્યતન જાણકારી દાહોદ ના ખાનગી તબીબો સુધી પોહચે તે માટે સીએમઇનું આયોજન તા 22/02/2023ના રોજ ઇન્ડિયન રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યું
આ CME માં જીલ્લા મા અને દાહોદ માં હાલમાં ટીબીની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને તેમા સરકારશ્રી ની વિવિઘ સૂચનાઓ અન્વયે ટીબી રોગની સારવાર નિદાનમાં ખાનગી તબીબો કઈ રીતે પોતાનું પ્રદાન કરી શકે તે માટે રાજ્ય કક્ષાએ થી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કન્સલ્ટન્ટ ડૉ જયદીપ ઓઝા એ ડેઇલી રેજીમેન, જીન એક્સપર્ટ,CNBAAT, ટ્રુ નાટ,MDR ટીબી ની સારવાર વિશે અધ્યતન અને વિસ્તૃત માહીતી પુરી પાડી હતી ભારત સરકારશ્રી આરોગ્ય વિભાગના નોટિફિકેશનથી ખાનગી તબીબો દવારા તમામ ટીબીના દર્દીઓ નું રજીસ્ટ્રેશન નિક્ષયમાં થાય તે માટેની વધુ જાણકારી આપી હતી તથા નિક્ષય મિત્ર બની દર્દી ને દતક લઈ પોષણ અભિયાન વિષે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ CME માં વર્ષ 2022માં દર્દીઓ ના વધુ નોટિફિકેશન કરનાર 07 ખાનગી તબીબો ડૉ શીતલ શાહ મહાવીર હોસ્પિટલ, ડૉ એસ એમ જૈન સુભમ હૉસ્પિટલ, ડૉ નીતિન ગાંધી ગાંધી ચિલ્ડ્રન હૉસ્પિટલ, ડૉ રવિન્દ્ર હડકસિંઘ ઓમ હૉસ્પિટલ, ડૉ ઈઝહાર શેખ ઈઝહાર ક્લીનીક, ડૉ હિતેન્દ્ર તિતરિયા વેદાયું ક્લિનિક, ડૉ નિલય દેસાઈ શ્રીજી ક્લિનિક ને એપ્રીશિએશન સર્ટીફીકેટ માન. જીલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારી DRDA ડાયરેક્ટર બી એન પટેલ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવ અને મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડૉ એન એસ હાંડા ના હસ્તે આપવામાં આવ્યાંCME માં વધું જીલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારી DRDA ડાયરેક્ટર બી. એન. પટેલ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવ CDMO શ્રી ડૉ એન.એસ.હાંડા અન્ય જીલ્લાના આરોગ્ય અધિકારી RCHO,EMO QAMO THO અને ખાનગી તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં વધુમાં માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ખાનગી તબીબો ને અન્ય આરોગ્ય ના કાર્યક્રમ ફેમેલી પ્લાનિંગ ન્યુટ્રીશન આયુષમાન ભારત યોજના બાબતે ઊંડાણપૂર્વક વાત કરી જે દાહોદ જીલ્લો અન્ય જીલ્લા ની સરખામણી એ સાક્ષરતા દર ખુબજ નીચો છે જેનાં કારણે અહીંની સ્થાનિક પ્રજાને પુરતું જ્ઞાન નથી જેના કારણે ખાનગી તબીબો દ્વારા જે પણ સલાહ સૂચન આપવામાં આવશે તે દર્દી તેનો અમલ કરશે અને ભોજનમાં કયો પોષ્ટિક આહાર લેવો તેના પર પણ ખૂબજ ભાર મૂકવામાં આવ્યોIMA પ્રમુખ ડૉ કેતન પટેલ દ્વારા નીક્ષય મિત્ર બનીને જે પોષણ અભિયાન ચાલે છે તેમાં તેમના દવારા અને તેમની પુરી ટીમ દવારા 50 પોષણ કીટ ટીબીના દર્દીઓ ને આપવાની જાહેરાત કરી હતી અને પ્રધાન મંત્રી ના ટીબી મુકત ભારત અભિયાન 2025 સફળ બનાવવા માટે જે જે સૂચનાઓ આપવામાં આવી છે તેનો અમલ કરવામાં આવશે છેલ્લે જીલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ આર. ડી. પહાડીયા દવારા આભાર વિધિ કરવામાં આવી અને દરેક ડૉ મિત્રો આ CME આવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો તમામ ડૉ નો આભાર માની કાર્યક્ર્મ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!