ખેડા ગામે વચલા ફળિયામાં રાત્રીના સમયે ખાટલા તથા હળ બનાવી ના આપવાના મામલે બે ફટકા મારી ગંભીર જીવલેણ ઈજાઓ પોચાડી.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકાના ખેડા ગામે વચલા ફળિયામાં રાત્રીના સમયે ખાટલા તથા હળ બનાવી ના આપવાના મામલે સુથારી કામ કરતા ઈસમને ગાળો બોલી ઉશ્કેાઈ જઈ મારી નાંખવાના ઈરાદે સુથારી કામ કરનાર ઈસમના માથાના ભાગે ખાટલાના પાયાના લાકડાના બે ફટકા મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડતા ગંભીર ઈજાગ્રસ્ત ઈસમને સારવાર માટે માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.ઝાલોદ તાલુકાના ખેડા ગામના વચલા ફળિયામાં રહેતા ગજુભાઈ પારસીંગભાઈ ગરાસીયા પરમ દિવસ તા. ૨૧ ફેબ્રુ.ના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે તેના ફળીયામાં રહેતા અને સુથારી કામ કરતા તેના કુટુંબના ૨૭ વર્ષીય મજુભાઈ વારજીભાઈ ગરાસીયાના ઘરે જઈ તેને બેફામ બિભત્સ ગાળો બોલી તું મને કેમ ખાટલા તથા હળ બનાવી આપતો નથી. બીજા માણસોને તું જલ્દી બનાવી આપે છે તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મજુભાઈ વારજીભાઈ ગરાસીયાને મારી નાંખવાના ઈરાદે ત્યાં પડેલ ખાટલાના પાયાના લાકડાથી માથાના ભાગે બે ફટકા મારી માથામાં ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં ગંભીર ઈજાગ્રસ્ત મજુભાઈ વારજીભાઈ ગરાસીયાને સારવાર માટે ૧૦૮ મારફતે ઝાલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.આ સંબંધે ખેડા ગામના વચલા ફવિયામાં રહેતા ગંભીર ઈજાગ્રસ્ત મદજુભાઈ વારસજીભાઈ ગરાસીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ઝાલોદ પોલિસે ખેડા ગામના વચલા ફળિયાના ગજુભાઈ પારસીંગભાઈ ગરાસીયા વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૦૭, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.