સંજેલી તાલુકાના પ્રતાપુરા ગામે ઘરની આગળ બાંધેલા ઢાળીયામાંથી વન્ય પ્રાણી દીપડાએ બકરાનું મારણ કરતા ચકચાર મચી.
ફરાન પટેલ
સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે ગાય, ભેંસ, બકરી, બળદ સહિતના પશુઓને ઘરના આંગણે જ ઘર માલિક દ્વારા બાંધી રાખવામાં આવ્યા હતા ત્યારે આસપાસમાં ડુંગરાળ વિસ્તાર હોય અચાનક ક્યાંકથી દીપડો આવી ચડ્યો હતો ત્યારે તેને બકરાનું માંરણ કર્યું હતું. પ્રતાપુરા ગામે વન્ય પ્રાણી દીપડા અચાનક બકરા પર હુમલો કર્યાની ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બકરાનું મારણ કર્યું હોવાની ઘરના લોકોને તેમજ આસપાસ લોકોના જાણ થતા દોડધામ મચી જવા પામી હતી. ઘટના બાબતે સંજેલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા ધરી હતી ત્યારે લોકોને પણ ઘરની બહાર રાત્રે ના સૂવાનું તેમજ ડુંગરાળ જંગલ વિસ્તારમાં જવાનું ટાળવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા જેથી કરીને આવા કોઈ વન્ય પ્રાણીથી હુમલો થાય તો બચી શકાય પરંતુ આવી રીતે દીપડાનું લોકોના રહેણાંક વિસ્તારમાં જ આટા ફેરા થતા હોય બકરા સહિતના પશુનો મારણ કરતા હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકોમાં પણ ડર તેમજ ભયનો માહોલ જાેવા મળ્યો હતો.


