નડિયાદ પાસે બાઇક પરથી પડી જતાં માતાએ પુત્ર સામે ફરીયાદ નોંધાવી
નરેશ ગનવાણી બ્યુરોચિફ નડિયાદ
નડિયાદના દેગામના માતા-પુત્ર બાઇક પર નડિયાદ જઇ રહ્યા હતા.દરમિયાન પુત્રએ બાઇકને અચાનક બ્રેક મારતા બાઇક પરથીમાતા રોડ પર પટકાતા શરીરે ઈજા પહોંચી હતી.આ સમગ્ર બનાવ અંગે વસો પોલીસ મથકે માતાએ પુત્ર વિરુદ્ધ વસો પોલીસ મથકે ગુનો નોધાવ્યો છે.નડિયાદના દેગામ પટેલ ફળીયામાં રહેતા મીનાબેન અનીલભાઇ પટેલ ઉં.૫૮ પરિવાર સાથે રહે છે.મીનાબેનના પતિ આઠ માસ પહેલા ગુજરી ગયા હતા.તેથી ઘરની જવાબદારી નિર્વાહ કરતા પુત્રને માતાએ નડિયાદ કામ હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ નડિયાદ જવા નીકળ્યા હતા ત્યારે તેમનુ બાઇક બગડી ગયુ હોવાથી પુત્ર આનંદ મિત્ર જયેશ પટેલનુ બાઇક લઇ આવ્યો હતો. માતા અને પુત્ર બાઇક પર નડિયાદ જવા નિકળ્યા હતા. દેગામ સિમના કાપડીયાના કૂવા પાસે પુત્ર આનંદે બાઇકનેઅચાનક બ્રેક મારતા પાછળ બેઠેલ માતા મીનાબેન બાઇક પરથી રોડ પર પટકાયા હતા તેમને શરીરે ઈજા પહોંચી હતી. આનંદે માતાને નડિયાદ શહેરમાં આવેલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયો હતો.જ્યા ફરજ પરના તબીબે માતાને ખભાપર ફેકચર અને શરીરે નાની મોટી ઇજાઓ પહોચી હોવાનુ જણાવ્યુ હતું. આ સમગ્ર બનાવ અંગે માતાની ફરિયાદ આધારે વસો પોલીસે પુત્ર આનંદ અનીલભાઇ પટેલ વિરૂધ્ધ ગુનો નોધ્યો છે.