મહેમદાવાદના રૂદણ ગામે એક તબેલા પર અમૂલના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ,દૂધના સેમ્પલ લેવાયા
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાનારૂદણ ગામની સીમમાં આવેલા તબેલામાં અમૂલના કર્મચારીઓ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. અમૂલે સ્થાનિક પોલીસને સાથે રાખી તબેલામાં તપાસ કરતાં દૂધનો જથ્થો મળી આવ્યો હતો.મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામની સીમમાં આવેલા એક તબેલામાં શુક્રવારની બપોરે અમૂલ ડેરીના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે અમૂલ દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી. જેમાં એક દૂધનું ટેન્કર મળી આવ્યું હતું. આ દૂધના સેમ્પલો લેવામાં આવ્યાં છે અને લેબમાં પરીક્ષણમાટે મોકલી આપવામાં આવ્યાં છે. સ્થાનિક મહેમદાવાદ પોલીસને સાથે રાખી આ તપાસ કરવામાં આવી હતી. સ્થળ પર ચકાસણી માટે આવેલા અમૂલ ડેરીના કર્મચારી ડો.યોગેશ પટેલે જણાવ્યું હતું કે,અમને અરજી મળતાં આજે અમે તપાસ કરી છે. જોકે કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ મળી નથી. અમને અરજીમાં જાણવા મળ્યું હતું કે, આ જે તબેલાના માલિક છે તેની પાસે ૨૦ જેટલા પશુઓ છે અને દૂધ વધુ માત્રામાં ટર્નઓવર થાય છે. જેથી તપાસ હાથ ધરી હતી અને ખરેખર૨૦ જેટલા જ પશુઓ હતા. જોકે, તબેલાના માલિકે જણાવ્યું કે, આ દૂધ અમે જિલ્લા બહારથી અમારા અન્ય તબેલામાંથી લાવીએ છીએ તેવુ નિવેદન આપ્યું છે. વધુમાં ૨૦ પશુઓનું અંદાજીત ૧૩૦ લીટરની આસપાસ દૂધ મળે પરંતુ ૧ હજાર લીટર શક્ય નથી. જોકે, હાલ ૧ હજાર લીટર જેટલુ દૂધના સેમ્પલો લેવામાં આવ્યા છે.