મહેમદાવાદના રૂદણ ગામે અમૂલને ગેરમાર્ગે દોરીનાર ચાર સામે ફરીયાદ, ત્રણ ની ધરપકડ કરાઈ
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
મહેમદાવાદના રૂદણ ગામે તબેલા પર ગતરોજ અમૂલ કંપની દ્વારા ચેકીંગ હાથ ધરાવામા આવ્યું હતું. રૂદણ ગામે અમૂલને ગેરમાર્ગે દોરનાર ચાર સામે પોલીસ ફરિયાદ
દાખલ કરાઈ છે. આ ચાર માંથી ત્રણની ધરપકડ કરાઈ છે. બહારથી દૂધ ભરી લાભો મેળવતાં અમૂલે કાર્યવાહી કરી કરી છે. મહેમદાવાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે. દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમૂલ એ ગતરોજ ચોક્કસ બાતમીના આધારે મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામની સીમમાં તબેલો ચલાવનાર અને બી.એમ.સી. રજીસ્ટર કરાવી ચાલવાતા રાજુભાઇ લાલજીભાઈ દેસાઈ રહે.ગોપાલક સોસાયટી, કપડવંજ રોડ, ડાકોર ના ત્યાં તપાસ હાથ ધરી હતી. જ્યાંથી ૧૫ થી ૨૦ પશુઓ મળી આવ્યા હતા. હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું. એક ભેંસ દિવસ દરમિયાન ૧૦ લિટરની આસપાસ દૂધ આપે છે તો સ્થળ પર એક હજાર લીટર દૂધનો જથ્થો કેવી રીતે મેળવ્યો તે દિશામાં અમૂલના કર્મચારીઓએ પુછપરછ કરતાં અન્ય બહારના જિલ્લાઓમાંથી દૂધનો જથ્થો લાવી અમૂલમા ભરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અમૂલ ડેરીનો નિયમ છે કે, સભાસદો જ પોતાના ફાર્મનું જ દૂધ ભરી શકે બહારથી લાવી ભરી શકે નહી. જેના કારણે અમૂલને ગેરમાર્ગે દોરનાર તેમજ બીએમસી સેન્ટર મેળવી ટેન્ક મેળવી ખોટી રીતે લાભો મેળવતો હોવાનું અમૂલના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. તો બીજી તરફ સ્થળ પરથી મળી આવેલ ૧ હજાર લીટર દૂધના જથ્થાના સેમ્પલો મેળવવામા આવ્યા છે અને આ દૂધ ભેળસેળયુક્ત છે કે નહી તેની તપાસ કરવામાં આવી છે. બનાવમાં સ્થળ પરથી હાજર મળી આવેલા કાળુભાઇ નાગજીભાઈ રબારી (રહે.અમદાવાદ), સનીભાઈ કાળુભાઇ રબારી (રહે.અમદાવાદ) અને રાજાભાઈ માલાભાઈ રબારી (રહે. સુઈગામ, જિ.બનાસકાઠા)ને ઝડપી લેવાયા છે. જ્યારે બીએમસી સેન્ટર ખોલનાર રાજુભાઇ દેસાઈ પોલીસ પક્કડથી દુર છે. સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ અધિકારી મહેમદાવાદ પોલીસ સ્ટેશન પી.આઇ એચ.વી. સીસારાએ જણાવ્યું હતું કે આ સેન્ટરમાં કેટલીક ગેરરીતી ધ્યાને આવતા અમૂલના અધિકારીઓએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ચાર સામે ફોજદારી ગુનો થયો આમાંથી સ્થળ ઉપરથી ત્રણની ધરપકડ કરાઈ અને તેઓને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ છે.