નડિયાદ પાસે આવેલ ઉત્તરસંડા રહીશને નફાની લાલચ આપી રૂ. ૨.૪૫. કરોડ પડાવ્યા
નરેશ ગનવાણી બ્યૂરોચીફ – નડિયાદ
નડિયાદ પાસે આવેલ ઉત્તરસંડા રહીશને નફાની લાલચ આપી રૂ. ૨.૪૫. કરોડ પડાવ્યા
ઉત્તરસંડામાં કન્સ્ટ્રકશનનું કામ કરતાં ચિરાગ વિનુભાઈ પટેલના સુરત રહેતા મિત્રએ ૨૦૨૦માં શૈલેષ અમૃતલાલ પટેલ સાથે મુલાકાત કરાવી હતી. શૈલેષે પોતે હીરા એક્ષપોર્ટ ઈમ્પોર્ટનો ધંધો કરતો હોવાનું જણાવી આફ્રીકાથી રફ હીરા મંગાવી અહીંના લોકલ બજારમાં વેચીએ તો ૨૦ ટકા નફાનું માર્જીન મળે પણ મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડે તેમ લાલચ આપી હતી.
ઉપરાંત સુરતના હંસરાજ જ્વેલર્સ, હેન્સી ઈમ્પેક્ષ, રુઝલ જેમ્સ જેવી પેઢીઓ સાથે સીધા નાણાંકીય વ્યવહારો હોવાનું જણાવતા ચિરાગભાઈને વિશ્વાસ થયો હતો. જેથી ચિરાગ પટેલે રૂઝલ જેમ્સ, હંસરાજ જ્વેલર્સના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા બાદ વિશ્વાસપાત્ર જણાતા વધુ રોકાણ માટે યશ કોર્પોરેશન તથા અન્ય પેઢીઓમાં પણ પોતાના તથા મિત્રોના નામથી પૈસા આફ્રીકાના હીરાના કન્સાઈન્મેન્ટ માટે પૈસા જમા કરાવ્યા હતા. બાદ રુપિયાની વાત કરતાં શૈલેષ પટેલ અવારનવાર કોરાનાના કારણે કન્સાઈનમેન્ટ આફ્રીકામાં અટવાયેલ છે તેવા બહાના કાઢતા હોય ચિરાગભાઈએ સુરત જઈ તપાસ કરતાં શૈલેષ પટેલ આવો હીરાનો કોઈ ધંધો કરતા ન હોવાનું સામે આવ્યું હતું. શૈલેષ પટેલના કહેવાથી ચિરાગ પટેલે જુદા જુદા ૨૧ લોકોના ખાતામાં ૨.૪૫ કરોડ જમા કરાવ્યા હતા. જે રૂપિયા શૈલેષે પરત ન આપતો, તેનો મોબાઈલ પણ બંધ આવતો હોઈ આખરે ચિરાગ પટેલે શૈલેષ પટેલ સામે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


