ઝાલોદ તાલુકા ના લીમડી ગામ ના વેપારી વર્ગ ની પોલીસ મથકના PSI સાથે મીટીંગ યોજી.
ગગન સોની
દાહોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામના સોના ચાંદીના તેમજ તમામ વેપારીઓએ લીમડી પોલીસ મથકના PSI સાથે મીટીંગ યોજી હોળી પર્વને લઈ ચર્ચાઓ કરવામાં આવી


દાહોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામના સોના ચાંદીના તેમજ તમામ વેપારીઓએ લીમડી પોલીસ મથકના PSI સાથે મીટીંગ યોજી હોળી પર્વને લઈ ચર્ચાઓ કરવામાં આવી
દાહોદ જિલ્લો આદિવાસી વાસી ઘરાવતો જિલ્લો છે જિલ્લામાં 90.% થી વધુ આદિવાસી વર્ગના લોકો વસવાટ કરે છે એમનું મુખ્ય વ્યવસાય ખેતી છે પણ સિંચાઈ માટે પાણીની અછત હોય જેના કારણે વર્ષમાં એક કે બે પાક લેછે જેના કારણે મોટા ભાગે આદિવાસી વર્ગના લોકો મંજૂરી કરવાં ગુજરાત જતાં રહે છે હાલ હોળી પર્વ આવવાનું હોય અને આદિવાસી સમાજમાં હોળી પર્વ નું મહત્વ હોય છે ત્યારે હોળી પર્વ ઉજવવાં જે લોકો ગુજરાત મંજૂરી ગયા છે એ તમામ આદિવાસી વર્ગના લોકો પરત પોતાના વતન આવે છે અને ધૂમધામથી અને હર્ષો ઉલ્લાસ સાથે હોળી પર્વ ઉજવતા હોય છે જેમાં દર વર્ષે મોટી માત્રામાં મંજૂરી કરવાં ગયેલા આદિવાસી પરિવાર પોતાના વતન આવે છે અને ક્યાંકને ક્યાંક ટ્રાફિકને લઈ ઘસારો જિલ્લામાં જોવા મળે છે ને ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા વગળતી હોય છે જેને લઈ લીમડી ગામના સોના ચાંદીના એમજ અલગ અલગ તમામ વેપારીઓએ લીમડી પોલીસ મથકના PSI સાથે મીટીંગ યોજી અને ટ્રાફિક તેમજ કાયદો વ્યવસ્થા તેમજ મિલકત સંબધી કોઈ બનાવ ન બને તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને લીમડી પોલીસ મથકના PSI એ ટ્રાફિકની સમશ્યા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે એવુ આશ્વાસન આપ્યું હતું

