દાહોદમાં સીસીએ, એનસીઆર અને એનપીઆરના વિરોધમાં લઘુમતિ કોમના વિસ્તારોમાં લોકોએ પોતાના રોજગાર – ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો
દાહોદ તા.૨૯
સરકાર દ્વારા ઘડવામાં આવેલ સીસીએ, એનસીઆર અને એનપીઆરના કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન છે. આ ભારત બંધનું દાહોદમાં લઘુમતિ વિસ્તાર સિવાય કોઈ અસર જાવા મળી ન હતી અને લઘુમતિ વિસ્તારો તેમજ બજારો બંધ રહેવા પામ્યા હતા જ્યારે આ સિવાયના બજારો રાબેતા મુજબ જ ચાલુ રહેતા આજના બંધની દાહોદ શહેરમાં મિશ્ર પ્રતિસાદ તેમજ નહિવત્ અસર જાવા મળી હતી. બીજી તરફ નગરપાલિકાની સામે આવેલ નગરપાલિકાની હસ્તકની શાક માર્કેટને લઘુમતિ કોમના વેપારીઓએ આ શાક માર્કેટના ચારેય ગેટને તાળા મારી દેવામાં આવ્યા હતા. બીજી તરફ આ શાક માર્કેટમાં લઘુમતિ કોમના વેપારી સાથે સાથે બીજા કોમના પણ વેપારી હોઈ જેઓ પોતાની રોજગાર ધંધો શરૂ કરવા આ શાક માર્કેટ તરફ જતા પરંતુ શાક માર્કેટના દરવાજે તાળા જાતા આ બાબતની જાણ દાહોદ નગરપાલિકાને થતાં પાલિકા સત્તાધીશોનો કાફલો આ શાક માર્કેટ ખાતે ઘસી આવ્યો હતો. પોલીસ, પાલિકાના સત્તાધિશો તેમજ લઘુમતિ કોમના વેપારીઓ વચ્ચે અંદરો અંદર ભારે રકછક થઈ હતી બાદ પાલિકાના સત્તાધીશો દ્વારા આ શાક માર્કેટના તાળા તોડી નાંખી પુનઃ શાક માર્કેટ શરૂ કરવામાં આવ્યું હતુ.
સમગ્ર દેશમાં બાલ સીસીએ, એનઆરસી અને એનપીઆર કાયદાના વિરોધ ઘણા સ્થળોએ સમર્થન અને ઘણી જગ્યાએ આ કાયદાના વિરોધમાં અનેક પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે આ કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતુ. આ બંધને દાહોદ શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને ચુસ્ત લઘુમિત કોમના વિસ્તાર જેવા કે, યાદગાર ચોક, મોટા ઘાંચીવાડ, નાના ઘાંચીવાડા, કસ્બા વિસ્તાર વિગેરે જેવા લઘુમતિ કોમના વિસ્તારોમાં લોકોએ પોતાના રોજગાર – ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર વિરોધને જાઈ પોલીસ દ્વારા શહેરભરમાં સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને લઘુમતિ કોમના વિસ્તારોમાં પોલીસે ખડે પગે ઉભી રહી કામગીરી બજાવી હતી તો બીજી તરફ શહેરના બીજા બજારો જેવા કે, સ્ટેશન રોડ, ગોવિંદ નગર, પડાવ વિસ્તાર, ગોડી રોડ, ગોધરા રોડ જેવા સતત ધમધમતા વિસ્તારોમાં આ બંધની કોઈ અસર જાવા મળી ન હતી અને રાબેતા મુજબનો માહોલ નજરે પડ્યો હતો. શાંતિ પુર્ણ વાતાવરણમાં આ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.