ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામેશ્વરમ મંદીર ખાતે ગોધરા કાંડમાં શહીદ થયેલ કારસેવકો ને શ્રધાંજલિ અર્પણ કરાઈ.
પંકજ પંડિત ઝાલોદ
27 ફેબ્રુઆરી 2002 ના દિવસે આસરે 59 કારસેવકોનો ભોગ લેવામાં આવ્યો હતો
રામધૂન, હનુમાન ચાલીસા તેમજ 21 દિપ પ્રગટાવી મ્રુતાત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહુ લોકો રાત્રે 9 કલાકે રામસાગર તળાવને કિનારે આવેલ રામેશ્વરમ મંદિરે ભેગા થયા હતા. ત્યાં ઉપસ્થિત સહુ લોકોએ 59 કારસેવકોની તસ્વીરને ફૂલો અર્પણ કરી અને 21 દિપ પ્રજ્વલિત કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ ઉપસ્થિત લોકોએ રામધૂન અને હનુમાન ચાલીશા દ્વારા કારસેવકોની આત્માને ભાવાંજલિ અર્પણ કરી હતી. જય શ્રી રામ ના નારા અને શહીદો અમર રહોના નારા સાથે વાતાવરણ ગજવી દેવામાં આવ્યું હતું.(સિંધુ ઉદય ) 2002 માં થયેલ આ કરુણ ઘટનાને 21 વર્ષ થયેલ હોવાથી 21 દિપ પ્રજ્વલિત કરી કારસેવકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.આ પ્રોગ્રામમાં જીતુભાઇ દરજી, કનુભાઈ માળી,વિશ્વનાથ ત્રિવેદી, દૈનેશ પાઠક, મનીષ પંચાલ, નરેશ પંડ્યા, રાજકુમાર પીઠાયા, દેવ પીઠાયા, ચિરન ચૌહાણ, સોમનાથ મહાદેવ મંદિરના મહંત પરેશભાઈ તેમજ અન્ય નગરના યુવાઓ હાજર રહ્યા.