ડાકોરમાં ફાગણસુદ પુનમ નિમિત્તે યોજાનાર લોકમેળા દરમિયાન શહેરના માર્ગો ઉપર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા જાહેરનામુ

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

ફાગણસુદ પુનમ (હોળી ધુળેટી) તહેવાર નિમિત્તે ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે ધાર્મિક લોકમેળો યોજાનાર છે. આ મેળામાં ગુજરાત રાજયમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી કાયદો અને વ્યવસ્થા તેમજ યાત્રાળુઓની સલામતી અને ટ્રાફીક જામ ન થાય અને વાહન અકસ્માતના બનાવ ન બને તે હેતુથી તા.૦૪ માર્ચ  થી તા.૦૮ માર્ચ ૨૦૨૩ દરમ્યાન ડાકોર શહેર વિસ્તારમાં નીચે જણાવ્યા મુજબના માર્ગો ઉપર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા જાહેરનામુ પોલીસ અધિક્ષક, ખેડા દ્વારા જણાવવામાં આવે છે.
ડાકોર શહેરના એ.જી.શાહ પેટ્રોલપંપથી મુખ્ય રોડ થઈ વૃંદાવન સોસાયટી તરફ જતો માર્ગ; ગુર્જરી ઓક્ટ્રોય નાકાથી ગણેશ સીનેમા થઈ મંદિર તરફ જતો માર્ગ; ટ્રાફીક સર્કલ, ત્રણ દરવાજાથી મંદિર તરફ જતો માર્ગ; ડોન બોસ્કો હાઈસ્કૂલથી નાની ભાગોળ થઈ મંદિર તરફ જતો માર્ગ; ૨ણછોડપુરા પાટીયાથી ડાકોર શહેર તરફ જતો માર્ગ; ગાયોના વાડાથી ડાકોર શહેર તરફ જતો માર્ગ અને વેલકમ પાટીયાથી મંદિર તરફ જતા માર્ગ ઉપર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મુકવામાં આવે છે. આ હુકમ સરકારી વાહનો, ફાયર બિગ્રેડના વાહનો, એમ્બ્યુલન્સ વાનને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: