નડિયાદ પાસે માઘરોલી ગામે અકસ્માતમાં બાઇક સવારનુ સારવાર બાદ મોત
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદના માંઘરોલી ગામની સીમમાં ખાતે કાશીપુરા રોડ જોગણી માતા મંદિર પાસેના વળાંક પર ગઈકાલે રાત્રે પુરપાટ પસાર થતું બાઈક સાઇન બોર્ડ સાથે અથડાતા બાઈક ચાલકનુ ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું છે. નડિયાદ તાલુકાના માંધરોલી ગામ ખાતે ગાયત્રી મંદિર પાસે રહેતા નરવતસિંહ કેસરીસિંહ સોલંકી ગઈકાલે રાત્રિના સમયે પોતાના ખેતરના પાકને પાણી વાળવા મોટરસાયકલ પર ગયા હતા અને પરત ઘેર જતા સમયે બાઇક ગામના કાશીપુરા રોડ પર જોગણી માતા મંદિર પાસેના વળાંક પર પુરપાટ પસાર થતું હતું. ત્યારે બાઈક રોડ પરના સાઈનબોર્ડ સાથે ધડાકા ભેર અથડાયું હતું જેને લઇ બાઈક ચાલક નરવતસિંહ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે નજીકના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નરવતસિંહનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે ચકલાસી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

