સતી ફળિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
રમેશ પટેલ/ સંજય હઠીલા- લીમખેડા
સતી ફળિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળાના વિજ્ઞાન શિક્ષક અને સાયન્સ મેથ્સ કોર્નરના નોડલ શિક્ષક પ્રિયંકાબેન પરમાર
ભાષા શિક્ષક જાગૃતીબેન દ્વારા ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ સમક્ષ વિજ્ઞાન વિષયમાં જુદી-જુદી પ્રવૃત્તિઓ તથા વિજ્ઞાન વિષયક પ્રયોગો કરી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો સુંદર મજાના પ્રયત્નો કરવામાં આવ્યા આ તબક્કે સાયન્સ એક્ઝિબિશનમાં પ્રયોગો કરનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
અંતમાં શાળાના શિક્ષક દ્વારા ભગવત ગીતાના શ્લોકોનો સંદર્ભ આપી ભગવદ ગીતામાં રહેલા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને બાળકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો વિજ્ઞાન દિવસની ઉજવણી માટે શાળાના આચાર્ય વિનોદભાઈ જાટવા, સી.આર.સી.કો.ઓર્ડીનેટર હિંમતસિંહ બારીઆ અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર ઋષિભાઈ સલાણીયા નું માર્ગદર્શન પ્રાપ્ત થયુ હતુ







