ઝાલોદ તાલુકાના લીમડી પોલિસ સ્ટેશનના પ્રોહી. ગુન્હામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલિસ
પંકજ પંડિત ઝાલોદ
આગામી સમયમાં આવનાર હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે નાસતા ફરતા આરોપીને પકડવા માટે ડ્રાઇવ રાખવામાં આવેલ હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર એલ.સી.બી દાહોદ દ્વારા ટીમના માણસોને વધુમાં વધુ નાસતા ફરતા આરોપીને પકડવા સારું સૂચના આપેલ તે અન્વયે અ.હે.કો મહેશભાઈ લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને મળેલ સચોટ માહિતીને આધારે લીમડી પોલીસ સ્ટેશનમાં પ્રોહી. ગુન્હામાં સંડોવાયેલ પાંચ મહીના થી નાસતા ફરતા આરોપી બાબુભાઇ હકલાભાઈ હઠીલા, પરથમપુર, ઘોળીદાંતી ફળીયુ,તાલુકો: ઝાલોદને પકડી પાડવામાં સફળતા મળેલ છે