ચીનમાં રહેતી અને અભ્યાસ કરતી દાહોદ જિલ્લાની વિદ્યાર્થીની પરત વતને ફરી

દાહોદ તા.૩૦
હાલ ચીનમાં કોરો નામના જીવલેણ વાઈરસે હાહાકાર મચાવી મુક્યો છે. આ જીવલેણ રોગના પગલે અનેક લોકોના મોત પણ થયા છે ત્યારે આવા સમયે ચીનમાં રહેતા ભારતવાસીઓ પરત વતન ખાતે આવી રહ્યા છે જેમાં આજરોજ વડોદરાની બે મળી દાહોદ જિલ્લામાં રહેતી એક અને ચીન ખાતે અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીઓ પરત વતન આવતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે રહેતી અને ચીનમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થી સાથે મુલાકાત કરતાં તેણે હાલમાં ચીનમાં આ કોરો વાઈરલથી શુ પરિÂસ્થતી છે તે વિશે જણાવ્યું હતુ. આ વિદ્યાર્થીનીના જણાવ્યા અનુસાર, હાલ ચીનમાં લોકો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. ત્યારે પીપલોદ ગામની આ વિદ્યાર્થી પર વતન આવી જતાં માતા – પિતા તેમજ પરિવારજનોમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે.
કોરો જેવા જીવલેણ વાઈરસથી ચીનમાં ૧૦૦ ઉપરાંત લોકો મોતને ભેટ્યા છે. ચીન સાથે સાથે બીજા દેશમાં પણ આ કોરો વાઈરસની અસર જાવા મળતા હાલ દુનિયાના તમામ દેશોએ તકેદારીના ભાગરૂપે એલર્ટ સાથે સાવચેતીના પગલા લેવા માંડી છે. મુળ ભારતીય અને ચીનમાં વ્યાપાર,ધંધો તેમજ અભ્યાસ માટે ગયેલા લોકોના ભારતમાં રહેતા પરિવારજનોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આવા સમયે ચીનથી લોકો પરત વતન ફરી રહ્યા છે. આવામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ મુકામે રહેતી અને ચીનમાં એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મૃણાલી પટેલ અને વડોદરાની બીજી બે વિદ્યાર્થીની સહિત ત્રણેય જણા આજરોજ પરત પોતાના વતન ફરી હતી. આ વિદ્યાર્થીઓને લેવા તેમના પરિવારજનો એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા અને જ્યા વિદ્યાર્થીનીઓ અને પરિવારજનોનુ મિલન થતાં સૌ કોઈની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા. દેવગઢ બારીઆની પીપલોદ મુકામની વિદ્યાર્થીની મૃણાલી પટેલ સાથે વાતચીત કરતા તેણે ચીની હાલ શુ પરિÂસ્થતી છે તેનાથી વાકેફ કર્યા હતા. મૃણાલી પટેલે જણાવ્યું હતુ કે, એમ.બી.બી.એસ.ની પરીક્ષા આપી પરત પોતાના વતન આવતાં તે ખુબ સારૂ અનુભવ કરી રહી છે. કોરો વાઈરસના કહેરથી ચીનના લોકો હાલ ભયના માહોલમાં જીવી રહ્યા છે. મૃણાલી પટેલ જ્યારે ચીનમાં હતી અને અભ્યાસ કરી રહી હતી ત્યારે તેના ઓર્થાેરેડી સ્ટાફ દ્વારા આ વાઈરસથી બચવા પુરી તકેદારીનું ધ્યાન રાખવાનું શિખવાડ્યું હતુ અને સેફ્ટી રાખવાનું પણ સુચન કર્યું હતુ મૃણાલી અને તેમની સાથેની સહભાગી વિદ્યાર્થીનીઓ જ્યારે એરપોર્ટ પણ પહોંચી ત્યા તેઓનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતુ તે સિવાય ચીનમાંથી ભારત આવતા લોકોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહ્યુ છે જેમાં જે કોઈપણ અસગ્રસ્ત જાવા મળ્યા તેઓને સારવાર માટે ખાનગી હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું મૃણાલી પટેલે જણાવ્યું હતુ.
—————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!