જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર દ્વારા તા.26 થી તા.28 દરમિયાન આઠમાં રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું.
પાર્થિક સુતારિયા
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર દ્વારા તા.26 થી તા.28 દરમિયાન આઠમાં રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન ડાયેટ ઇડર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા જિલ્લાઓમાંથી કુલ 176 જેટલી કૃતિઓ આ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી હતી. આપણા દાહોદ જિલ્લામાંથી પણ પ્રાથમિક વિભાગમાંથી 03 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી 02 મળીને કુલ 05 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ 05 કૃતિઓ પૈકી 03 કૃતિઓ દેવગઢબારીઆ તાલુકામાંથી પસંદગી પામેલ હતી. દાહોદ જિલ્લા વતી થી દેવગઢબારીઆની એમ.સી મોદી હાઇસ્કુલ માંથી શ્રી નિલમકુમાર પી મકવાણા, કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાંથી શ્રી ભોપતસિંહ.પી બારીયા, રુવાબારીમુવાડા પ્રાથમિક શાળામાંથી શ્રી સંજયકુમાર જી ચૌહાણ, ગરબાડામાંથી શ્રી મો.સિદ્દીક શેખ અને દાહોદમાંથી શ્રીમતી વર્ષાબેન ઉપાધ્યાયે પ્રતિનિધિત્વ કર્યું હતું, ડાયટ દાહોદ માંથી ડીઆઇસી તરીકે શ્રીમતી રોઝલીન મેડમે સુકાની સંભાળ્યું હતું. સમગ્ર રાજ્યમાં દાહોદ જિલ્લાના શિક્ષકો દ્વારા વિવિધ કાર્યક્રમો પ્રદર્શિત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. કાર્યક્રમના અંતે ડાયેટ ઈડરના પ્રાચાર્યશ્રી કે.ટી પુરાણિયાસાહેબ તેમજ જી.સી.ઈ.આર.ટી ના સચિવશ્રી વિનયગીરી ગોસાઈએ તમામ ઇનોવેટર્સ શિક્ષકોને પ્રમાણપત્ર તેમજ ભેટ તરીકે બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.




