ઘરફોડ ચોરીના મળી કુલ ૩ ગુનામાં નાસતા ફરતાં આરોપીને દાહોદ જિલ્લા પોલીસે ઝડપી પાડયુ .
સિંધુ ઉદય
છેલ્લા બે વર્ષથી પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના જીસીટીઓસી તેમજ ત્રણ વર્ષથી મહેસાણા જિલ્લા બાવલુ, બોટાદ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના મળી કુલ ૦૩ ગુનામાં નાસતા ફરતાં આરોપીને દાહોદ જિલ્લા પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
હોળી, ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લામાં તહેવાર ટાળે કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તેમજ તહેવાર ટાળે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસે દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી રહી હતી તે સમયે દાહોદ જિલ્લા પોલીસને મળેલ બાતમીના આધારે છેલ્લા બે વર્ષથી પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના જીસીટીઓસી તેમજ ત્રણ વર્ષથી મહેસાણા જિલ્લા બાવલુ, બોટાદ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના મળી કુલ ૦૩ ગુનામાં નાસતા ફરતાં આરોપી શિવરાજભાઈ ધારકાભાઈ પલાસ (રહે. ખજુરીયા, તા. ગરબાડા, જિ.દાહોદ) ને દાહોદ જિલ્લામાંથી ઝડપી પાડી તેની વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


