નેત્રમના સી.સી.ટીવી કેમેરા આધારે ચોરીની મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ ટાઉન બી-ડીવીઝન પોલીસ.

સિંધુ ઉદય

દાહોદ કંમાન્ડ & કંટ્રોલ સેન્ટર નેત્રમના સી.સી.ટીવી કેમેરા આધારે ચોરીની મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ ટાઉન બી-ડીવીઝન પોલીસ

મહે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી, બલરામ મીણા સાહેબ દાહોદ, મે.મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારુ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ. જે સાહેબનાઓની સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.ડી.ડીડોર સાહેબનાઓએ દાહોદ ટાઉન બી-ડીવીઝન પો.સ્ટે વિસ્તારમા મોટર સાયકલ ચોરીના બનતા ગુન્હો શોધી કાઢવા સારૂ એસ.એસ.આઇ સુરેશભાઇ તેરસિગભાઇ, અ.હે.કો અયુબભાઇ સીમોનભાઇ, અ.પો.કો નરેન્દ્રભાઇ નુરાભાઇ,અ.પો.કો જીતેન્દ્રભાઇ વેણાભાઇ,અ.પો.કો શૈલેષભાઇ જેહીગભાઇ,નાઓને કડક સુચના આપી સર્વલંન્સ સ્કોર્ડના માણસોને દાહોદ કંમાન્ડ & કંટ્રોલ નેત્રમના સી.સી.ટીવી ફુટેજ ચેક કરી ચોરીમા ગયેલ મોટર સાયકલ નં.GJ.20.AF.8392 ને ટ્રેસ કરવા મોકલી ટેલોફોનીક સંમ્પર્કમા રહેવા જણાવેલ દરમ્યાન દાહોદ ટાઉન બી-ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાથી ચોરીમા ગયેલ મો.સા નં.GJ.20.AF.8392 ને એક ઇસમ ચલાવી લાવી દાહોદ સરસ્વતી સર્કલ થઇ દાહોદ બસ સ્ટેન્ડ તરફ આવતો હોવાનુ જણાઇ આવેલ જેથી સર્વલન્સ સ્કોર્ડના માણસોએ સદર ઇસ્મની વોચ તપાસમા રહી ચોરીની મો.સા નં.GJ.20.AF.8392ની સાથે કમલેશભાઇ નવલસિગભાઇ જાતે.હઠીલા ઉ.વ-૨૨ રહે. ગામ મંડોર હઠીલા ફળીયુ તા.ધાનપુર જી.દાહોદને પકડી પાડેલ. આમ ગણતરીના કલાકોમા દાહોદ ટાઉન બી-ડીવીઝન પો.સ્ટેના માણસોએ દાહોદ કંમાન્ડ & કંટ્રોલ નેત્રમના સી.સી.ટીવી કેમેરાના ફુટેજ આધારે મોટર સાયકલ ચોરીના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી ચોરીની મો.સા નં.GJ.20.AF.8392ની કિ.રૂ.૩૦,૦૦૦/- ની સાથે આરોપીને પકડવામા સફળતા મળેલ છે।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: