લણખપ્રુર ગામે રાત્રીના સમયે ટ્રક અને અલ્ટો ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અલ્ટો ગાડીના ચાલકનું સ્થળ પરજ મોત.
સિંધુ ઉદય
ફતેપુરા તાલુકાના લણખપ્રુર ગામે રાત્રીના સમયે ટ્રક અને અલ્ટો ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અલ્ટો ગાડીના ચાલકનું સ્થળ પરજ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
ગતરોજ રાત્રીના સાડા નવ વાગ્યાના સુમારે તેના કબજાની એચ.આર.૫૮ સી-૦૫૮૫ નંબરની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતા વધુ પડતી ઝડપને કારમે ટ્રકના ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા લખણપુર ગામે રોડ પર સામેથી આવતી જીજે-૨૦ એ.એચ-૩૧૭૯ નંબરની અલ્ટો ગાડી સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગંમખ્વાર અકસ્માતમાં અલ્ટો ગાડીના ચાલક ઝાલોદ તાલુકાના હડમતખુંટા ગામના ૩૦ વર્ષીય મીનેશકુમાર સોમસીંગભાઈ ડામોરને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું જ્યારે ટ્રક ચાલક તેના કબજાની ટ્રક લઈ નાસી ગયો હતો. આ સંબંધે ફતેપુરા તાલુકાના વાંકાનેર ગામના ૨૨ વર્ષીય અમીતભાઈ દલસુખભાઈ ભાભોરે નોંધાવેલ ફરિયાદને આધારે સુખસર પોલિસે ટ્રકના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.