દાહોદ નગરપાલિકા પ્રમુખ અને તેમનું વુમનીયા ગ્રૃપ દાહોદ દ્વારા ફાગોત્સવ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું.
સિંધુ ઉદય
દાહોદ શહેરમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ અને તેમનું વુમનીયા ગ્રૃપ દાહોદ દ્વારા ફાગોત્સવ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩૫ જેટલા મહિલાઓના ગ્રૃપે ભાગ લીધો હતો જેમાં પોત પોતાની કૃતિઓને રજુ કરી હતી. બપોરથી શરૂં થયેલો કાર્યક્રમ મોડી સાંજ સુધી ચાલ્યો હતો. મહિલાઓના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યાં હતાં. ભરપુર આનંદ લુંટી પોત પોતાની કૃતિઓ રજુ કરી હતી.
દાહોદ શહેરના રાધે ગાર્ડન ખાતે આજરોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ અને તેમના વુમનીયા ગ્રૃપ દ્વારા ૧૦મો ભાગોત્સવ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ, લીમડી, ઝાલોદ અને સુખસર તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી ૩૫ જેટલા મહિલાઓના ગ્રૃપ હાજર રહી ભાગ લીધો હતો જેમાં આ ગ્રૃપો દ્વારા પોત પોતાની કૃતિઓ રજુ કરી હતી. હોળીની થીમ પર ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મંડળોએ પોત પોતાના નૃત્યો રજુ કર્યાં હતાં. આખા ફાગોત્સવમાં રાધા રૂષ્ણ છવાયેલા રહ્યાં હતાં. મહિલાઓએ ખુબ આનંદ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, , પુર્વ અધ્યક્ષ અને જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા તેમજ ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર જેઓ હાજર રહ્યાં તો ન હતા પરંતુ તેમના તરફથી દરેક મહિલા ગ્રૃપને રૂા. ૧૫૦૦નું ઈનામ તેમજ દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલીયારે દરેક મહિલા ગ્રૃપને રૂા. ૧૦૦૧નું ઈનામ આ જાહેર કર્યુ હતું. મહિલા કાઉન્સીલરો પણ પોતાની કૃતિઓ રજુ કરી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપુર્વક સંમ્પન્ન થયો હતો અને જેમાં મહિલાઓએ આનંદ ભેર ભાગ લીધો હતો.