ઝાલોદ નગરના શ્યામ ફાગ ઉત્સવ નિમિત્તે ચાલતી તડામાર તૈયારીઓ
પંકજ પંડિત ઝાલોદ
દાહોદ જિલ્લા તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી મોટા પ્રમાણમાં બાબા શ્યામના ભક્તો આપતા હોય છે
ઝાલોદ નગરમાં વણકતળાઈ હનુમાનજી મંદિરે તારીખ 03-03-2023 ના શુક્રવારના રોજ ફાગ ઉત્સવ નિમિત્તે બાબા શ્યામની ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભજન સંધ્યા રાત્રીના 8 વાગ્યા થી ચાલુ થનાર છે. આ ભજન સંધ્યામાં બહાર થી બે ભજન પ્રવાહક આવવાના છે જે બાબા શ્યામના ભજનો થી ભક્તોને તળબોળ કરી દેશે. દાહોદ જિલ્લા તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ બોર્ડર પર બાબા શ્યામનું એક જ મંદિર ઝાલોદ નગરમાં છે તેથી મોટા પ્રમાણમાં બાબા શ્યામના ભક્તો ચારે બાજુ થી આવનાર છે. ઝાલોદ નગરમાં આવેલ બાબા શ્યામનું મંદિર ખૂબ જ ટૂંકા ગાળામાં ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે. માનવામાં આવે છે કે બાબા શ્યામની સામે સાચા મનથી જે પણ ભક્તો મન્નત માંગે છે તે બાબા શ્યામ જરૂર પૂરી કરે છે. તેથી બાબા શ્યામના ભક્તો અહીંયાં જરૂર દર્શન કરવા આવે છે. બાબા શ્યામના ફાગ ઉત્સવ નિમિત્તે બાબા શ્યામના કેટલાક ભક્તો અગ્યારસ અને બારસના દિવસે આવી બાબા શ્યામના મંદિરે નિશાન ( ધ્વજા ) ચઢાવે છે. આજુ બાજુના કેટલાય લોકો અહીંયાં મંદિરે આવી નિશાન ચઢાવે છે. ઝાલોદ નગર માંથી 04-03-2022 નાં રોજ દરેક વર્ષ પ્રમાણે હજારીપ્રસાદ રામનારાયણ અગ્રવાલ ના નિવાસ સ્થાને થી બારસના રોજ સવારે 10 વાગે નિશાન યાત્રા લઈ લોકો પગપાળા મંદિરે જઈ બાબા શ્યામના મંદિરે નિશાન ચઢાવે છે તેમાં નગરના લોકો મોટા પ્રમાણમાં જોડાય છે. બાબા શ્યામની બારસ 04-03-2023 નાં રોજ મંદિર મંદિર કમિટી દ્વારા ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ તેનો લાભ પણ નગરના સહુ લોકો તેમજ વિવિધ વિસ્તારોમાંથી આવેલ શ્યામ ભક્તો અચૂક લે છે.