ખેડા જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની છેલ્લી ખાસ સામાન્ય સભા યોજાઇ
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ ખેડા જિલ્લા પંચાયતના વર્તમાન બોડીની ગુરૂવારે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને છેલ્લી ખાસ સમાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં તા. ૨૭ ફેબ્રુઆરી કપડવંજ પંથકના માર્ગ અને મકાન પંચાયત હસ્તકના મુખ્ય માર્ગો રાજ્ય માર્ગ અને મકાન વિભાગને તબદીલ કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લા પંચાયતના પટેલ હોલમાં ગુરૂવારે જિલ્લા પંચાયતની યોજાયેલી ખાસ સામાન્ય સભામાં જિલ્લાપંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૫માં નાણાંપંચના ૪૮ કરોડ ઉપરાંતના વિકાસના કામો પૂર્ણ કરીને ખેડા જિલ્લો રાજ્યમાં અગ્રેસર રહ્યો હતો. આ અંગે તાજેતરમાં અમદાવાદમાં ૩૩ જિલ્લા પંચાયતના પ્રમુખોની યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ ખેડા જિલ્લા પંચાયતે ૧૫માં નાણાં પંચના કામો સમયસર પૂરા કરવાની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તા. ૧૭મી માર્ચે જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થયા છે અને પાંચ વર્ષ તમામ બેઠકોના સભ્યોએ સાથ સહકાર આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો. ખેડા જિલ્લા પંચાયત દ્વારા ૧૫માં નાણાં પંચ અંતર્ગત રોડ, રસ્તા, પીવાના પાણી, ગટર સહિત વિવિધ વિકાસના કામો તેમજ ૫૦ ઉપરાંત નવીન ગ્રામપંચાયત મકાનો સોલર સીસ્ટમ સાથે બનાવીને સમય મર્યાદામાં પૂર્ણ કરી હોવાની રજૂઆતને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. રાજ્યની ૭૭ જિલ્લાપંચાયત પૈકી ખેડા જિલ્લા પંચાયતે ૧૫નાં નાણાં પંચની ૪૮ કરોડ ઉપરાંત ગ્રાન્ટ માંથી વિકાસના કામો સમયસર પૂરા કરીને રાજ્યમાં ખેડા જિલ્લા પંચાયતે અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે.