ફતેપુરા નવીન પોલીસ ચોકી નું ઉદ્ઘાટન કરતા દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીના
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશનના નવીન બનેલ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન દાહોદ પોલીસ વડા બલરામ મીનાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ફતેપુરા પોલીસ ચોકીના પટાગનમાં ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોના સહયોગથી નવીન બનેલ પોલીસ ચોકીનું લોકાર્પણ દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીનાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવો ના વરદૃહસ્તે પોલીસ ચોકીના પટાગનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝાલોદ ડીવાયએસપી ઝાલોદ પીઆઈ ફતેપુરા પીએસઆઇ ભરવાડ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા ફતેપુરા નગરના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા