ઝાલોદ તાલુકાની “બિલવાણી પ્રાથમિક શાળામા કોણ જીતશે ૧૦૦ રુપિયા? કાર્યક્રમના પ્રથમ એપીસોડની ઉજવણી કરવામાં આવી.
ગગન સોની લીમડી
ઝાલોદ તાલુકાની “બિલવાણી પ્રાથમિક” શાળામા તા-૦૩/૦૩/૨૦૨૩ ના રોજ કોણ જીતશે ૧૦૦ રુપિયા? કાર્યક્રમના પ્રથમ એપીસોડની ઉજવણી કરવામાં આવી હતી જેમા આઠમાં ધોરણમાં અભ્યાશ કરતા ૧૨ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમા હોટ શીટ પર આવતા પહેલા બાળકોની એક નાની ક્વીઝ સ્પર્ધા રાખવામા આવી હતી. આ સ્પર્ધામા જે વિધાર્થી ઝડપથી જવાબ આપશે તે વિધાર્થીને હોટ પર નિયુકત કરાશે તેવા નિયમ સાથે આ ક્વીઝ સ્પર્ધાનુ આયોજન કરેલ હતુ જેમા સંગાડા ગ્રેનાબેન રજનીકાંતભાઈએ સૌથી ઝડપી પ્રશ્નોના જવાબ આપી હોટ શીટ પર બિરાજમાન થયેલ હતાં. બાદ તેઓએ ક્રમશઃ પુછાયેલ પ્રશ્નોના જવાબ કોઈ લાઇફલાન વગર અને આત્મવિશ્વાશ સાથે બધા જ પ્રશ્નોના સાચા જવાબ આપી, આ કાર્યક્રમના વિજેતા બનેલ હતાં. આ કાર્યક્રમ દરમ્યાન પ્રેક્ષક વિધાર્થીઓને પણ બે પ્રશ્નો પુછવામાં આવેલ હતાં જેમા બે વિધાર્થીઓએ પુછાયેલ પ્રશ્નોના સાચા જવાબ આપતા તેઓને દસ-દસ રૂપીયાનું ઈનામ આપેલ હતું. આ કાર્યક્રમનું હોસ્ટીંગ શાળાના આ.શિ.જયેશકુમાર કાંતિલાલ ચવાણે કરેલ હતું. તેમજ શાળાના આચાર્યશ્રી સંગાડા ઝનુભાઈ ચુનીયાભાઈ દ્વારા વિજેતા બનેલ વિધાર્થિનીને જીતની રકમ અર્પણ કરેલ હતી તેમજ આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં શાળાના તમામ શિક્ષક ભાઈ-બહેનોએ તથા શાળાના બાળકોએ ખૂબ સુંદર સાથ સહકાર આપી, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રામનો મુખ્ય હેતું શાળાના વિધાર્થીઓ જનરલ નોલેજનું જ્ઞાન પ્રાપ્ત ક૨ે તેમજ તેમા રસ કેળવે તે છે. આ કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યશ્રી દ્વારા શાળાના સર્વ સ્ટાફ મિત્રો તથા વિધાર્થિઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.


