દેવગઢ બારીયા પોલિસે એક મકાનમાં ઓચિંતો છાપો મારી ૧૫ કીલો ગ્રામ ગૌમાંસ પકડી પાડીબે સગાભાઈઓની ધરપકડ કરી.
પથિક સુતરીયા
દેવગઢ બારીઆ ભે-દરવાજા પાસે મોડી રાતે દેવગઢ બારીયા પોલિસે એક મકાનમાં ઓચિંતો છાપો મારી ૧૫ કીલો ગ્રામ ગૌમાંસ પકડી પાડી ગૌવંશ કાપવાના હથિયારો, વજન માપવાના ત્રાજવા, વજનીયા વગેરે મળી રૂપિયા ૧૬૭૦ના મુદ્દામાલ સાથે બે સગાભાઈઓની ધરપકડ કર્યાનું જાણવા મળ્યું છે
.દેવગઢ બારીયા ભે દરવાજા દરગાહની સામે રહેતા રીયાઝબીન અબ્દુલરસીદબીન અરબ તથા તેનો ભાઈ અરબાઝ અબ્દુલ રસીદબીન અરબ એમ બે સગાભાઈઓ ભેગા મળી તેઓના રહેણાંક મકાનમાં ગૌવંશને ક્રુરતા પૂર્વક કાપીને તેનું માંસ વેચાણ કરવા સારૂ રાખેલ હોવાની દેવગઢ બારીઆના સિનીયર પી.એસ.આઈ બી.એમ.પટેલની સુચનાથી દેવગઢ બારીઆ પોલિસની ટીમ પરમ દિવસ તા. ૧-૩-૨૦૨૩ના રોજ ભે દરવાજા દરગાહ સામે ઉપરોક્ત બંને સગાભાઈના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી રૂપિયા ૧૫૦૦ની કુલ કિંમતનું આશરે ૧૫ કિલો ગ્રામ માંસ પકડી પાડી, ઘરમાંથી સાથે સાથે લાકડાના હાથાવાળી છરી, વજન માપવાના ત્રાજવા તથા વજનીયા, લાઈટબીલ વગેરે મળી રૂપિયા ૧૬૭૦ ના મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઈ બંને ભાઈઓની ધરપકડ કરી સદર માંસ ગૌમાંશ છે કે ની તે બાબતે ચકાસણી કરવા માટેના સેમ્પલો વેનેટરી ડોક્ટરની સુચનાથી લઈ પુથ્થકરણ રિપોર્ટ મેળવવા સુરત એફ એસએલમાં મોકલી આપ્યા હતા જેનું પૃથ્થકરણ થયા બાદ સદર માંસ ગૌમાંસ હોવાનો રિપોર્ટ આવતા પકડાયેલા બંને ભાઈઓ વિરૂધ્ધ ધી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ની કલમ ૫(૧) (૧એ), ૬(એ)(૧), ૮(૨), ૮(૪),૧૦(એલ) તથા ઈપીકો કલમ ૪૨૯, ૧૧૪ તથા જીપી એક્ટ કલમ ૧૧૯, ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

