ફતેપુરા પોલીસ સ્ટેશનમાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લા ડીએસપી બલરામ મીણાનાની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશનમાં નવીન ઉદઘાટન થયેલ પોલીસ ચોકીમાં દાહોદ જિલ્લાના ડીએસપી શ્રી બલરામ મીણાના અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં ઝાલોદ ડી વાય એસ પી ઝાલોદ પોલીસ ઇન્સ્પેક્ટર ફતેપુરા પીએસઆઇ ભરવાડ તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા લોક દરબાર કાર્યક્રમમાં ફતેપુરા નગરમાં સીસીટીવી કેમેરાઓ લગાવવા માટે તેમજ ટ્રાફિકની સમસ્યા તથા વન વે કરવા માટે વગેરે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તમામ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા હૈયાધારણા આપવામાં આવેલ હતી પત્રકારોને સંબોધન કરેલ હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!