અમદાવાદના નિકોલથી લક્ઝરી બસની  ચોરી કરી ફરાર થયેલા શખ્સને પોલીસે ઝડપી પાડયો

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ ટાઉન પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન  પો.સ.ઇ એચ.એ.રીપીન તથા પો.સ.ઇ કે.આર.દરજીને મળેલી બાતમીના આધારે નડિયાદના રીંગરોડ પર આવેલ મરીડા ચોકડી ખાતેથી શંકાસ્પદ હાલતમાં સ્લીપર કોચ લક્ઝરી બસ હંકારી જતા ધર્મેન્દ્ર બાબુ બારૈયા હાલ રહે, અમદાવાદ,નરોડાગામ મોટી ખડકી મૂળ રહે,ભાવનગર,નારી ચોકડી,નીલેષ સોસાયટી પો. વરતેજ તા ભાવનગર ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસે લક્ઝરી બસના જરૂરી દસ્તાવેજની માગણી કરી હતી જેમાં ધર્મેન્દ્ર બારૈયા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી લક્ઝરી બસ કબજે લીધી હતી. ત્યારબાદ પોલીસે ધર્મેન્દ્ર બારૈયાને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં   ગઈ કાલ રોજ વહેલી સવારના આશરે પાંચેક વાગયાના સુમારે ન્યુ નારોલ સેલ્બી હોસ્પીટલ બાજુ ગયેલ આ સમયે ખુલ્લા મેદાનમાં એક લકઝરી પાર્ક કરેલ હતી જેનો  દરવાજો ખોલતા ખુલી જતા ધર્મેન્દ્ર બારૈયા લક્ઝરીમાં  બે વાયરો ભેગા કરી સ્પાર્ક કરી ચાવી વગર લક્ઝરી બસ ચાલુ લઈને ત્યાંથી ભાગ્યો હોવાનો ખુલાસો થયો હતો. દરમિયાન નડિયાદ શહેર પોલીસે ધર્મેન્દ્ર બારૈયા ને અમદાવાદ નિકોલ પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!