મહુધાના અલીણામાં બે વર્ષ અગાઉ મહિલા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
મહુધાના અલીણામાં બે વર્ષ અગાઉ મહિલા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં નડિયાદ પોક્સો કોર્ટે સજા સંભળાવી છે. આરોપી પુરૂષે મહિલાનો હાથ ખેંચીમો દબાવી ખાટલામાં સુવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. શુક્રવારના રોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. મહુધા તાલુકાના અલીણા ગામની ઇન્દિરાનગરીમાં રહેતા નાજીરમીયા ઉર્ફે નાજીમમીયા કાલુમીયા મલેકે તા.૧૬ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ સાંજના ઘર બહાર નીકળ્યો હતો. દરમિયાન એક મહિલા તેના ઘર બહાર કચરો વાળતા હતા. તે સમયે નાજીરમીયાએ મહિલા સાથે બળજબરી કરી મહિલાને પોતાના ઘરે ખેંચીને લઇ ગયો હતો. જ્યાં ઘરની ઓસરીમાં પડેલા ખાટલામાં સુવડાવી મહિલા સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ સમગ્ર બનાવ અંગે જે તે સમયે મહુધા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. શુક્રવારના રોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એમ. વી. દવે અને ફરિયાદીના વકીલ કેતન પી. પટેલ, (હિન્દુ જાગરણ મંચ, બેટી બચાવો ગુજરાત પ્રદેશ સંયોજક) કોર્ટ સમક્ષ કુલ 9 સાહેદોનાં પુરાવા અને 25 દસ્તાવેજી પુરાવા રજૂ કરી દલીલ કરી હતી. જે દલીલ એડિશનલ સેશન્સ જજ એસ. પી. રાહતકરે ગ્રાહ્ય રાખી આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.