નડિયાદ બ્રહ્માકુમારીઝ ખાતે ખુશહાલ મહિલા, ખુશહાલ પરિવાર સંગોષ્ઠીનું આયોજન કરાશે
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
મહિલા માત્ર પરિવારનું કેન્દ્રબિંદુ અને ધરી સમાન છે. એક અશિક્ષિત માતા પણ પોતાના બાળકને સુશિક્ષિત અને પ્રગતિપથ પર આગળ વધારવાની ક્ષમતા ધરાવે છે. જીવનની તમામ સમસ્યાઓમાં જો પરિવાર એક સાથે હોય તો સમસ્યા સમસ્યા લાગતી નથી. માનવીને જવાબદાર બનાવવાનું કાર્ય પરિવાર કરે છે અને નારી પરિવારની ઘરોહર છે. પરિવારના લોકો તેમની રોજબરોજની જરૂરિયાતો માટે ઘરની મહિલા પર જ આધારિત હોય છે. તેથી જ મહિલાઓની જીવન શૈલી અને માનસિક સ્થિતિની અસર ઘર-પરિવારના તમામ પર સૌથી વધુ હોય છે. આજનું જીવન વધુને વધુ સંઘર્ષમય બની રહ્યું છે. સમસ્યામુક્ત જીવન હવે અસંભવ છે. સમસ્યા વચ્ચે ૨હી માનસિક સ્થિતિ ખુશ રાખી પરિવારને ખુશહાલ બનાવવાનું કાર્ય ફક્ત એક મહિલા જ સુચારૂ રૂપે કરી શકે. તેથી મહિલા જો સદા ખુશ અને પ્રસન્ન રહેવાનીકળા હસ્તગત કરી લે તો દરેક પરિવાર તથા સમાજ પણ ખુશહાલ બની શકે. આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા “ખુશહાલ મહિલા, ખુશહાલ પરિવાર” સંગોષ્ઠીનું આયોજન બ્રહ્માકુમારીઝ, પ્રભુશરણમ્ ખાતે તા. ૫ માર્ચ, રવિવારના રોજ સાંજે ૫ કલાકે કરવામાં આવેલ છે. જેમાં ભિગની ચિત્રબેન રતનુ, સિનિયર સિવિલ જજ મુખ્ય મહેમાન તરીકે પધારશે તથા ભગિની રંજનબેન વાઘેલા, પાલિકા પ્રમુખ અને ભગિની જૈનાબેન અતુલભાઈ શાહ નડીઆદના નામાંકિત ગાયનેક અતિથિ વિશેષ તરીકે પધારશે. આ પ્રસંગે ગુજરાતમાં પ્રથમ એવરેસ્ટ શિખર ચઢનાર તથા ભારત અને વૈશ્વિક સ્તરે દ્વિતિય એવા આદિતી વૈદ્ય-અનુજા વેદ્ય નું સન્માન કરવામાં આવશે.