શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવ આયોજન રાખવામાં આવેલ હતો.

સિંધુ ઉદય

આજરોજ શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવ અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનુ આયોજન રાખવામાં આવેલ હતો
જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત અને મહેમાનોનો શાબ્દિક સ્વાગત નીલકંઠ ઠક્કર દ્વારા કરવામાં આવેલ હતો ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવેલ હતો શાળાના વિવિધ શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતો. શાળાના આચાર્ય શ્રી મનુભાઈ દ્વારા બાળકોને ઉતરોતર પ્રગતિ કરી ધોરણ 10 અને 12 માં સારું પરિણામ મેળવે તેવી શુભેચ્છાઓ આપેલ હતી સમગ્ર બાળકો દ્વારા વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમ કરી કાર્યક્રમની શોભા વધારી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડીબી ગોહિલ સાહેબ દ્વારા કરવામાં આવેલો હતો, અંતે સર્વે ભેગા મળી ટીમલી અને જમણવાર કરીને છૂટા પડેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: