દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમિતિ, દાહોદ દ્વારા નગર પાલિકાની માલિકીના શોપીંગ સેન્ટરમાં ૫૦૦થી ૭૦૦ ટકા કમરતોડ ભાડા વધારા ને લઈ મુખ્યમંત્રીને રજુઆત કરાઇ.

નીલ ડોડીયાર

દાહોદ નગર પાલિકા દ્વારા નગર પાલિકાની માલિકીના શોપીંગ સેન્ટરમાં ૫૦૦થી ૭૦૦ ટકા કમરતોડ ભાડા વધારો સામાન્ય સભામાં બહુમતીથી કરી ભાડુતી-દુકાનદારો સાથે અન્ય કરેલ હોવા જેથી ભાડુ ઘટાડવા જરૂરી સુચના કરવા સંબંધે દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમિતિ, દાહોદ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લા નાગરિક વિકાસલ સમિતિ, દાહોદ દ્વારા ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવ્યાં અનુસાર, તારીખ ૨૦મી માર્ચ ૨૦૨૩ના રોજ પાલિકાની સામાન્ય સભામાં પાલિકાની માલિકીના શોપીંગ સેન્ટરમાં આવેલ પાલિકાની દુકાનોના ભાડાથી રૂા. ૫૦થી ૬૦ લાખ માતબર આવક થાય છે ત્યારે બીજી તરફ પાલિકાએ દુકાનોનું ભાડુ એક સમાન રૂા. ૧૦ સ્કેર મુજબ વસુલવાનો ઠરાવ કરવામાં આવેલ છે અમે ૫૦૦ સ્કેર ફુટની વધારે આવેલ દુકાનનું ભાડુ સ્કેર ફુટ દીઠ રૂા. ૧૫ કરી કમર તોડ વધારો કરી વેપારી વર્ગમાં આક્રોશ ફેલાવામાં આવ્યો છે. આવો કમરતોડ ભાવ વધારાના કારણે વેપારીઓના રોજગાર તેમજ હાલ મંદીના કારણે ધંધા રોજગાર પુરતા ન હોવાથી પરિવારનું ગુજરાત અતિ મુશ્કેલ ચાલતું હોય તેવા સંજાેગોમાં જંગી ભાડા વધારો કરવો વેપારીઓ (દુકાનદારો) સાથે અન્યાય થાય છે જે અંગે દાહોદ નગરપાલિકાને સુચન તેમજ ભલામણ કરવા સુચનો આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: