દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પૂર્વ/ પ્રાથમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

રિપોટર નીલ ડોડીયાર – દાહોદ

આજરોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પૂર્વ/ પ્રાથમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન મનીષભાઈ શાહ સાહેબ, શાળાના કો-ઓર્ડીનેટર પ્રદીપભાઈ શેઠ સાહેબ ,શાળાના આચાર્ય શ્રીમતી રીંકલબેન કોઠારી તેમજ અન્ય મહેમાનશ્રીઓ, વાલી મિત્રો હાજર રહ્યા હતા. શૈક્ષણિક વર્ષ 2022-23 દરમિયાન શાળાકીય અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં બાળકો દ્વારા મેળવેલી સિદ્ધિઓ ને બિરદાવવામાં આવી હતી .તેમજ સર્વોતોમૂખી પ્રતિભા એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: