પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

નીલ ડોડીયાર

છેલ્લા ચાર વર્ષથી પાસા વોરંટ ફરારી આંતરરાજય પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃતિમા સંડોવાયેલ મધ્યપ્રદેશના પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

મે. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ નાઓએ જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ પ્રોહીબિશનની કડક અમલવારી કરાવવા તેમજ પ્રોહીની અસામાજીક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ જિલ્લાના પ્રોહી બુટલેગરો ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા તેમજ અગાઉના પેન્ડીંગ પાસા વોરંટની બજવણી કરવા માટે જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ હતું. પ્રોહીના ગુનામાં જે અનુસંધાને જિલ્લામાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાની તેમજ હેરાફેરીમાં સંડોવાયેલ ઇસમો તેમજ લીસ્ટેડ બુટલેગરોની દાહોદ પોલીસે આયોજનબધ્ધ યાદી તૈયાર કરવા તેમજ ઘણા લાંબા સમયથી પાસા વોરંટ ફરારી આરોપીઓની માહિતી એકત્રિત કરી તેઓને ઝડપી પાડવા સારૂ એલ.સી.બી.ટીમ કાર્યરત હતી તે દરમ્યાન ગરબાડા પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ મધ્યપ્રદેશના પ્રોહી બુટલેગર જેના ગરબાડા પો.સ્ટે.પાર્ટ સી ગુ.ર.નં.૦૦૯૨/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબ ગરબાડા પો.સ્ટે.પાર્ટ સી ગુ.ર.નં.૦૦૧૩/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(ઇ),૯૮(૨) મુજબ ગુનાહ નોધાયેલા હતા જેના આધારે બુટલેગર વિરૂધ્ધ કલેકટર સાહેબ શ્રી દાહોદ નાઓએ પાસા વોરંટ સને – ૨૦૧૯ માં ઇશ્યુ કરી અટકાયત કરવા હુકમ કરેલ હતો તે પૈકી નો બુટલેગર ની બાતમી ના આધારે ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એમ.એલ.ડામોર એલ.સી.બી એ ટીમ બનાવી રાજેન્દ્રસિહ છત્રસિંહ ગણાવા રહે.સણદાગામ પુજારા ફલીયુ તા.ભાભરા જી.અલીરાપુર (એમ.પી.) ને દાહોદ ગરબાડા ચોકડી ઉપરથી પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોકલી આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: