માતરના અસામલી ગામની સીમમાં પોલીસે ખેતરમાંથી ૬.૬૩ લાખના દારૂ સાથે બે ઇસમ ઝડપાયા

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે માતરના અસામલી ખાતેથી દારૂ કટીંગ પર ત્રાટકી બુટલેગરોને ઝડપી લીધા છે. આમાં બે વ્યક્તિઓ ઝડપાયા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર આરોપી સહિત ૩ વ્યક્તિઓ ફરાર
થયા છે. પોલીસે  વિદેશી દારૂના જથ્થા સહિત ૩ વાહનો મળી કુલ રૂપિયા ૬.૬૩ લાખનો મુદ્દામાલ‌ કબજે કર્યો છે અને ૫ વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શનીવારની રાત્રે માતર તાલુકાના લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં છાપો માર્યો છે. તાલુકાના અસામલી ગામનીસીમમાં ચેહુભાઈ ગફરભાઈ મકવાણા ચીકુવાડીના ખેતરમાં પોલીસ પહોચતા નાસભાગ મચી ગઇ હતી અને બનાવ સ્થળેથી બે વ્યક્તિઓને ઝડપી લેવાયા હતા. જ્યારે ખેતરના માલિક સહિત ૩ લોકો ફરાર થઇ ગયા હતા. પકડાયેલા ઈસમોની પુછતાછ કરતાં  તેઓએ પોતાના નામ મહાવીરસિંહ નરપતસિંહ ભાટી રાજપુત (રહે.લાભા, અમદાવાદ) અને ચેલારામ સાવલારામ વાઘારામ રબારી (રહે. રાજસ્થાન) હોવાનું જણાવ્યું છે. પોલીસે અહીંયાથી એક કાર અને બે દ્વિચક્રી વાહનો અને ઈંગ્લીશ દારૂની બોટલો મળી કુલ રૂપિયા ૬ લાખ ૬૩ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને ફરાર થનાર ઈસમોનુ નામ તપાસ કરતાં નરપતસિંહ ઉર્ફે નેતસિંહ ભેરુસિંહ સોલંકી (રહે.રાજસ્થાન), ચેહુ ભાઈ ગફુરભાઈ મકવાણા (રહે.અસામલી) અને હીરારામ દુશારામ દેવાસીયા (રહે.રાજસ્થાન)નો સમાવેશ થાય છે. આમ પોલીસે કુલ ૫ વ્યક્તિઓ સામે પ્રોહીબીશનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: