ઝાલોદ તાલુકાની ગરાડુ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે હોળી અને ધુળેટી પર્વ ની ઉજવણી કરાઇ.
પંકજ પંડિત ઝાલોદ
તારીખ 06/03/2023
ઝાલોદ તાલુકાની ગરાડુ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે હોળી અને ધુળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત બાળકો ને હોળી અને ધુળેટીના મહત્વ વિશે સમજ આપી. પર્યાવરણ ની જાળવણી,પાણી નો બચાવ,કેમિકલ રહિત કલર નો ઉપયોગ ઇકોફ્રેડલી હોળી નું મહત્વ બાળકો જાણે તે માટે શાળા ના આચાર્ય શ્રીમાન દિનેશભાઈ બી. મછાર અને શાળાના તમામ શિક્ષકોએ સમજ આપી. બાળકો ને ખજૂર વિતરણ કરી હોળી અને ધૂળેટી પર્વ ની શુભેચ્છા આપી.



