બિલવાણી પ્રાથમિક શાળામાં હોળી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી.
ગગન સોની લીમડી
બિલવાણી પ્રાથમિક શાળામાં હોળી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. શાળાના આસિસ્ટન્ટ શિક્ષક ચવાણ જયેશકુમાર અને તેમના પરિવાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઘરે જઈને તેમને ખજૂરનું પેકેટ, પિચકારી ,નોટબુક અને પેનનુવિતરણ કરવામાં આવ્યું. ગામના અલગ અલગ ફળિયામાં ફરીને બાળકોને કીટ આપીને હોળી ધુળેટી પર્વની શુભકામના પાઠવવામાં આવી આ પ્રસંગે શાળાના આચાર્યે બાળકોને જણાવેલ કે શિક્ષણ માનવીના જીવનમાં પરિવર્તન લાવે છે. અને તેનું મૂલ્ય વધારે છે. માટે શિક્ષણ મેળવવું ખૂબ જ અગત્યનું છે. બાળકો નિયમિતપણે શાળાએ આવે અને શિક્ષણમાં આગળ વધે તેવી આ પ્રસંગે શુભકામના પાઠવવામાં આવી.