રંગના તહેવારોને મોંઘવારીનુ ગ્રહણ, પિચકારીના ભાવમાં ૨૫ ટકાથી વધુનો વધારો
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
ખેડા જિલ્લામાં હોળી અને ધૂળેટી પર્વ ઉજવણીની તૈયારીઓ થઇ રહ્યાનું જોવા મળે છે. રંગોત્સવ પર્વની ઉજવણીમાં બાળકોથી માંડીને વૃદ્ધો પણ ઉત્સાહભેર જોડાતા હોય છે. જો કે આ વર્ષે ધૂળેટીના તહેવા૨ને પણ મોંઘવારી સ્પર્શી હોવાનું જોવા મળી રહ્યું છે. પાણી અને રંગ છાંટવા માટે બાળકોને ખાસ બજારમાં અને રસ્તાઓ પર રંગ અને પિચકારીના સ્ટોલ શરૂ થઈ ચૂક્યા છે.
નડિયાદ આ વખતે માર્કેટમાં ટ્રેન્ડિગ પિચકારીમાં પંપ, એરપ્રેશર, નાની-મોટી ગન, ટેન્કવાળી, કાર્ટૂન કેરેકટર, બાર્બી ડોલ, જુદા જુદા એનિમલ, રબરના ફુગ્ગાવાળી પિચકારી ખાસ આકર્ષણરૂપ બની છે. રૂ. ર૦થી એક હજાર સુધીની કિંમતની અવનવી પિચકારીઓ વેચાય છે. ગત વર્ષે બજારમાં રૂ. ૫૦ના ભાવે વેચાતી પિચકારી આ વખતે રૂ. ૧૦૦ની ૧રપથી ૧૪૦ સુધીના ભાવે વેચાય છે. જયારે ચાર લીટર પાણી સાથેની બંદૂક પિચકારીના ૪૫૦ના બદલે આ વર્ષે રૂ.૫૦૦ અને ર લીટર પાણીવાળી ગનના ર૦૦ના બદલે રપ૦-૩૦૦ના ભાવે વેચાણ થઇ રહ્યું છે. નાના બાળકોમાં લોકપ્રિય ચશ્માં વીથ બંદૂક પિચકારી ૭૫ના બદલે ૧૦૦થી છેવટની ઘડીએ ૧૨૫ સુધી વેચાણમાં હતી. જો કે તેનો સ્ટોક ઓછો હોવાથી અનેક ગ્રાહકોએ અન્ય પિચકારી ખરીદીને બાળકોને ખુશ રાખવા પડયાનું પણ વેપારીઓએ જણાવ્યું હતું.