નડિયાદ શહેર સહિત જિલ્લામાં ઉલ્લાસપૂર્વક હોળીકા દહન થયું
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
સિંધુ ઉદય
નડિયાદ શહેર સહિત જિલ્લામાં ઉલ્લાસપૂર્વક હોળીકા દહન થયું
સંધ્યાકાળે હોળી પ્રગટાવીને રિતરિવાજમુજબ પૂજન અર્ચન કરવામાં આવ્યું
નડિયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હોળી દહનનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. સંધ્યાકાળે પ્રજાજનો એકત્રિત થઇને સાથે મળીને
શ્રધ્ધાપૂર્વક હોળીકા દહન કરવામાં આવ્યું હતું. હોળી પ્રગટયા બાદ
હોળીનું પૂજન કરવામાં આવ્યું હતું. અને સુખાકારી અંગે પ્રાર્થના કરવામાં આવી હતી. નિડયાદ શહેરના પીજભાગોળ, જવાહર નગર, પૂજન બગલોઝ, પ્રેમપ્રકાશ સોસાયટી, જિલ્લા પંચાયત સામે, સંતન્નાચોકડીસહિત પોળો, મહોલ્લા, સોસાયટીઓના નાકે હોળીપ્રગટાવવામાં આવી હતી.
રિતરિવાજ મુજબ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. હોળીની પ્રગટેલ અગ્નિમાં મહિલાઓ દ્વારા ધાણી, ખજૂર,કંકુ, અક્ષત, કેરી, આંબાનો મૌર, શ્રીફળ તથા જૂના વસો હોળીને અર્પણ કરીને દર્શન કરવામાં આવ્યા હતા. સૌ અબાલવૃદ્ધ હોળીની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. જયારે વસો તાલુકાના પલાણામાં હોળી દહન થયા બાદ તેના ધગધગતા અંગારા ઉપર શ્રદ્ધાપૂર્વક ખુલ્લા પગે યુવક યુવતીઓ દ્વારા ચાલવામાં આવ્યું હતું. અંગારામાં ચાલવાથી કોઈ યુવક યુવતીને કંઈ પણ થયું ન હતું. હોળી દહન થયા બાદ જિલ્લા વાસીઓએ પાકુભોજન કરવામાં આવ્યું હતું. હોળી દરમિયાન જિલ્લામાં કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો અને આ પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.