ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામની ૨૨ વર્ષીય પરણીત મહિલાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યું.
ગગન સોની લીમડી
સિંધુ ઉદય
કોઈક કારણસર મનમા કંઈક લાગી આવતા ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામની ૨૨ વર્ષીય પરણીત મહિલાએ પોતાના પિતાના ઘરે પરથમપુર ગામે મહુડી ફળિયામાં ઘરની ઓસરીમાં લાકડાની વળી ઉપર પોતાના દુપટ્ટા વડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધાનું જાણવા મળ્યું છે.ઝાલોદ તાલુકાના પરથમપુર ગામના મહુડી ફળિયામાં રહેતા મોગજીભાઈ જાેરસીંગભાઈ હઠીલાની પુત્રી ૨૨ વર્ષીય સ્નેહલબેનના લગ્ન ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામના પૃથ્વીરાજ ભરતભાઈ બારીયા સાથે થયા હતા. સ્નેહલબેન પોતાના પિતાના ઘરે તા. ૩-૩-૨૦૨૩ના રોજ હતી તે દિવસે સવારના સાડા અગ્યાર વાગ્યાના સુમારે કોઈ કારણસર સ્નેહબેનના મનમાં લાગી આવતાં તેને પોતાના પિતાના ઘરે ઓસરીમાં લાકડાની વળી પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ સંબંધે મરણજનાર સ્નેહલબેનના પિતા મોગજીભાઈ જાેરસીંગભાઈ હઠીાએ લીમડી પોલિસ સ્ટેશને લેખીત જાણ કરતાં પોલિસે આ મામલે સી.આર.પી.સી. ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


