દે. બારીયા પોલીસ એ વિદેશી દારૂ તથા મોટર સાયકલ સહીત રૂપિયા ૯૭,૭૫૨નો મુદ્દામાલ કબજે કર્યું.

પથિક સુતરીયા દે. બારીયા

દેવગઢ બારીઆ પોલિસે ગતરાતે પેટ્રોલીંગ દરમ્યાન વીરોલ ગામના કોતરમાંથી મોટર સાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ખેપીયાને પકડવાનો પ્રયાસ કરતા ખેપીયો પ્રોહી મુદ્દામાલ સાથે મોટર સાયકલ મૂકી નાસી જતાં પોલિસે તે મોટર સાયકલ પર લાદેલા કંતાનના લગડામાંથી રૂપિયા ૫૮ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડી રૂપિયા ૪૦ હજારની મોટર સાયકલ સહીત રૂપિયા ૯૭,૭૫૨નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે

.પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારીઆના સિનીયર પી.એસ.આઈ બી.એમ. પટેલ પોતાના સ્ટાફના પોલિસ કર્મીઓ સાથે ગતરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે તેઓએ વીરોલ ગામના કોતરમાં વ્યુહાત્મક વોચ ગોોઠવી હતી તે દરમ્યાન રાતના સવા આઠ વાગ્યાના સુમારે દે.બારીયાનાં આંકલી ગામના પ્રભાતભાઈ ઉર્ફે ભુરો ચીમનભાઈ બારીયા પોતાની જીજે-૨૦ એ.એલ-૪૦૩૨ નંબરની મોટર સાયકલ ઉપર આખી કલરના થેલાઓનું લગડું બનાવી મોટર સાયકલ પર લાદી તેમાં વિદેશી દારૂ મૂકી લાવતો દુરથી નજરે પડતાં વોચમાં ઉભેલ દે.બારીયા પોલિસ સાબદી બની હતી વખતે વોચમાં ઉભેલ પોલિસને જાેઈ પ્રભાતભાઈ બારીયા પોતાની મોટર સાયકલ ત્યાં જ મૂકી નાસી જતાં પોલિસે તે મોટર સાયકલ પકડી પાડી તેના પર લાદેલા લગડામાંથી પોલિસે રૂપિયા ૫૮,૭૫૨ ની કુલ કિંમતની વિદેશી દારૂની ૧૮૦ મીલીની બોટર નંગ-૫૭૬ ભરેલ પેટીઓ નંગ-૧૨ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ રૂપિયા ૪૦ હજારની કિંમતની મોટર ાસયકલ મળી રૂપિયા ૯૮,૭૫૨નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.આ સંબંધે દેવગઢ બારીઆ પોલિસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: