ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જન ઔષધિ દિવસ 2023 ઉજવણી કરવામાં આવી.
અજય સાસી
ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જન ઔષધિ દિવસ 2023 ઉજવણી કાર્યક્રમ આજ રોજ તા 07/03/2023ના રોજ દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકા ખાતે માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ શિલ્પા યાદવ ના માર્ગદર્શન અને સુચના અન્વયે જન ઔષધિ દવાઓ સસ્તી અને સારી છેતમામ સસ્તી વસ્તુ હલ્કી ના હોવા ના સંકલ્પ સાથે “સસ્તી એજ સારી”ના સંકલ્પ સાથે તમામ લોકો જેનરીક દવાઓનો વપરાશ કરી અને વઘુ માં વધુ લોકો જેનરિક દવાઓનો ઉપયોગ કરે તેવા અભિગમ સાથે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ, જન ઔષધિ દવાઓ સસ્તી અને સારી છે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિ યોજના અંતર્ગત બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં આ યોજના આવતી દવાઓ સસ્તી અને સારી છે લોકોએ વઘુ રૂપિયા ચૂકવણી કરીને મેડિકલ સ્ટોર માંથી દવાઓ લેવાના બદલે જન ઔષધિ કેન્દ્રમાંથી દવાઓ લઈને રૂપિયા ની બચત પણ કરી શકે છે આ દવાઓ સસ્તી અને સારી છે તેવા સુત્રો સાથે જન જાગૃતી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છેઆયોજના અંતર્ગત ગરબાડા અને દેવગઢ બારીયા ના સ્ટોર વિક્રેતાઓ નું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનીષા બેન ગણાવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો શિલ્પા યાદવ RCHO અધિકારી શ્રી ડૉ ઉદય ટીલાવત જીલ્લા ડ્રગ એન્ડ ફૂડ ઇન્સ્પેક્ટર શિરીષ ગણાવા તમામ લાભાર્થીઓ સ્ટોર વિક્રેતા અને આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતોઆ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વધુમાં વધુ લોકો જેનરિક્ દવાઓ લેવા પ્રેરાય તે હેતુ થી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી,વધુમાં છેલ્લે વધુમા વધુ મેડિકલ સ્ટોર આ જન ઔષધિ પરિયોજનામાં જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું છે






