ભાવનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતની સાથે જ માવઠા રૂપી કમોસમી વરસાદના કારણે નુકસાન

SINDHUUDAYNEWS

ભાવનગર જિલ્લામાં તળાજા, ઘોઘા, વલભીપુર, શિહોર, પાલીતાણા, જેસર, મહુવા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠા નો માર ના કારણે ખેતી પાકો ઘંઉ,ચણા,બાજરી,જુવાર, ડુંગળી જેવા પાકો નુ નુકશાન ખેડુતો ને વેઠવા નો વારો આવ્યો અને આંબા તથા કેળ માં તદન ખેડુતો પાક ગુમાવી બેઠા છે* ભાવનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતની સાથે જ માવઠા રૂપી કમોસમી વરસાદના કારણે નુકસાની ને પગલે બાગાયતી પાકો ના ખેડૂતો રીતસર કંગાળ બની ગયા છે ખેડૂતોને આટલા મોટા પ્રમાણમાં બાગાયતી નુકસાન થયું હોવા છતાં તંત્ર સરકાર હજી સર્વે કરવાની જાહેરાતો કરે છે ત્યારે ગોહિલવાડ પંથક ના ખેડૂત આગેવાન શ્રી દશરથસિંહ ગોહિલ સરકારના મંત્રીઓને સવાલ કરે છે કે આપણે ડિજિટલ ઇન્ડિયા હોવા છતાં કેમ ખેડૂતોનું તાત્કાલિક ટેકનોલોજી થી સર્વે થઈ શકે નહીં ? ગોહિલવાડના ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં તળાજા ઘોઘા પાલીતાણા જેસર વગેરે તાલુકાઓના વિસ્તારમાં માવઠા ના કમોસમી વરસાદ ના કારણે ખેતી પાકો જેવા કે ઘઉં ચણા બાજરી.ડુગળી વગેરે પાકોમાં નુકસાન થવા થી જગત નો તાત પર એક આકાશી આફત નો સામનો કરવા નો વારો આવ્યો છે ત્યારે જે ખેડૂતોએ 156 આપી છે એવા ખેડૂતોને આજે 156 વાળી સરકાર પાસે આશા છે કે એસ ડી આર એફ (sdrf) ની જોગવાઈ મુજબ અસર કરતા તાલુકાઓ ગામો અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર મદદ રૂપ બને અને કુદરતી આફત માંથી ખેડુતો ને બચાવે જો આ સરકાર લગ્ન નું દાડા માં આપશે તો ખેડુતો પણ હવે ઈટ નો જવાબ પથ્થર થી આપશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!