૦૪ ગુનામા ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રામ બ્રાન્ચ.
ગગન સોની લીમડી
ડ્રાઇવ દરમ્યાન અમદાવાદ શહેર,અમદાવાદ ગ્રામ્ય તેમજ ખેડા જિલ્લાના ઘરફોડ ચોરીના મળી કુલ:-૦૪ ગુનામા ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રામ બ્રાન્ચ.મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓએ જીલ્લાતથા જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ પ્રોહીબિશન તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓ કે જેઓ હોળી-ધુળેટીના તહેવારમા બહારગામ મજુરીએથી પોતાના વતનમા આવતા હોય વ્યુહત્મક આયોજન કરી તેઓને ઝડપી પાડવા ડ્રાઇવનુ આયોજન કરેલ. જે ડ્રાઇવની ઝુંબેશમા અસરકારક કામગીરી કરવા એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા જિલ્લા પોલીસને જરુરી સુચના અને માર્ગદર્શન કરેલ.જે અનુસંધાને એલ.સી.બી.ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એમ.એલ.ડામોર, પો.ઇન્સ.શ્રી એસ.એમ.ગામેતી એસ.ઓ.જી., પો.ઇન્સ.શ્રી ડી.એમ.હરીપરા પેરોલ ફર્લો સ્કોર્ડ, પો.સ.ઇ.શ્રી આર.બી.ઝાલા એલ.સી.બી., પો.સ.ઇ.શ્રી જે.બી.ધનેશા એલ.સી.બી.નાઓએ દાહોદ જિલ્લાના વિવિધ ગામોમા કોમ્બીંગ કરી ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કોર્ડ, ના.ફ.આરોપીઓ પકડવા માટે ફાળવેલ SRP જવાનોને સાથે રાખી વ્યુહાત્મક રીતે આયોજન કરી જનરલ કોમ્બીંગ કરી નીચે મુજબના ગુનામા નાસતા ફરતો આરોપી કબન ઉર્ફે કબાનભાઇ સબુરભાઇ ડાંગી રહે.આમલી ખજુરીયા મીનામા ફલીયુ તા.ગરબાડા જી દાહોદ ઝડપી પાડેલ.