ઝાલોદ નગરમાં તહેવારોને અનુલક્ષીને દરેક વિસ્તારોના થતો ટ્રાફિક જામ.
પંકજ પંડિત ઝાલોદ
લગ્નસરા તેમજ મકાનના વાસ્તાની ખરીદી લઈ નગરમાં માનવ મહેરામણ ઉમટયું
ઝાલોદ નગરમાં તહેવારને અનુલક્ષીને ભરત ટાવર ,વડબઝાર, વહોરા બજાર, ડબગરવાસ , માંડલી ફળિયા, ગામડી ચોકડી જેવા દરેક વિસ્તારોમાં ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટી પડતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પોલિસ દ્વારા ચોકડીઓ પર ટ્રાફિક હળવું કરવા ટ્રાફિક પોઇન્ટ ઉભું કરી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે છતાય ટ્રાફિક જામના દ્રશ્યો ચોકડીઓ પર જોવા મળે છે. નગરની અંદરના વિસ્તારમાં સાંકડા રસ્તા હોવાથી ગ્રાહકોની ભીડ વધતા મોટર સાયકલ માટે પાર્કિંગ માટે જગ્યા ન હોવાથી રસ્તા પર ગાડીઓ પાર્કિંગ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા જોવા મળે છે. દરેક વિસ્તારોમાંથી હાલ મોટર સાઇકલ વાહન લઈને નીકળવું પણ હાલ અઘરું પડે છે. જેથી નગરના લોકોને જો કોઈ કામ હોય તો તેમને નગરમાંથી વાહન લઈને જતા ભારી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ અંગે ટ્રાફિક કેવી રીતે હળવું કરી શકાય તેમજ આવતા જતા લોકોને કોઈ અગવડતા ન પડે તે અંગે જવાબદાર તંત્રએ વિચારી આ અંગે ઠોસ પગલા લેવા જોઈએ તેવું નગરમાં વસતા લોકો જવાબદાર તંત્ર પાસે અપેક્ષા રાખે છે જેથી નગરના લોકો તેમજ જાહેર જનતાને કોઈ તકલીફ ન પડે.


